Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

અશક્‍તતા અને ચાલુ નોકરીએ નિધનના કિસ્‍સામાં પેન્‍શન અંગે પરિપત્ર

નવી વર્ધિત પેન્‍શન યોજના અંતર્ગત

ગાંધીનગર તા. ૨૪ : ભારત સરકારના ધોરણે રાજ્‍ય સરકાર દ્વારા નવી વર્ધિત પેન્‍શન યોજના અંતર્ગત અશક્‍તતા અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્‍સામાં અશકતતા - કુટુંબ પેન્‍શન મુજબના લાભો આપતા બાબતે આજે રાજ્‍યના નાણા વિભાગે નાયબ સચિવ દીપલ હડિયલની સહીથી પરિપત્ર પ્રસિધ્‍ધ કરેલ છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્‍ય સરકારની નવી વર્ધિત પેન્‍શન યોજના હેઠળ સમાવિષ્‍ટ અધિકારી - કર્મચારીઓએ તેઓ ગુજરાત મુલ્‍કી સેવા (પેન્‍શન) નિયમો, ૨૦૦૨ અંતર્ગત અશકતતા પેન્‍શન અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્‍સામાં કુટુંબ પેન્‍શન મુજબના લાભો મેળવવા માંગે છે કે કેમ તે અંગે આ ઠરાવ સાથે સામેલ ફોર્મ-એ મુજબ ઠરાવ પ્રસિધ્‍ધ થયાની તારીખથી ત્રણ માસ સુધીમાં તેઓની કચેરીના વડાને વિકલ્‍પ આપવાનો રહેશે જેની સેવાપોથીમાં નોંધ લેવાની રહેશે. સંબંધિત અધિકારી - કર્મચારીઓએ વિકલ્‍પની સાથે ગુજરાત મુલ્‍કી સેવા (પેન્‍શન) નિયમો, ૨૦૦૨ના નિયમ-૮૯ હેઠળ નિયત થયેલ ફોર્મ-૧૩માં કુટુંબ અંગેની વિગતો પુરી પાડવાની રહેશે. આ ઠરાવ પ્રસિધ્‍ધ થયા બાદ રાજ્‍ય સરકારની નવી વર્ધિત પેન્‍શન યોજનામાં જોડાનાર અધિકારી - કર્મચારીએ નવી વર્ધિત પેન્‍શન યોજનામાં જોડાણ સમયે સદર વિકલ્‍પ આપવાનો રહેશે. જેની સેવાપોથીમાં નોંધ લેવામાં આવશે.

(4:06 pm IST)