Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

મેકિસમસ ગ્રુપે કેન્‍યામાં ઉત્‍પાદન કરતી ઉપ-પેટા કંપનીમાં ૧૦૦ટકા હિસ્‍સો હસ્‍તગત કર્યો

(કેતન ખત્રી), અમદાવાદઃ એમએક્‍સ આફ્રિકા લિમિટેડએ તેની કેન્‍યા સ્‍થિત પેટા કંપની ક્‍વોન્‍ટમ લુબ્રિકન્‍ટ્‍સ લિમિટેડ  માટે શેર એન્‍ડ પરચેસ એગ્રીમેન્‍ટ અન્‍વયેમાં બાકીનો ૪૯ ટકા હિસ્‍સો પણ હસ્‍તગત કરી લીધો છે.

ઉલ્લેખનીય છે કે કેન્‍યા સ્‍થિત એમએકએએલ વડોદરાની મેક્‍સિમસ ઈન્‍ટરનેશનલ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે.વર્ષ ૨૦૧૯માં એમએકસએએલ એ કયુએલએલમાં ૫૧ ટકા શેર હિસ્‍સો મેળવીને આફ્રિકાના લુબ્રિકન્‍ટ ઉત્‍પાદન માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. હવે કંપનીનો બાકી ૪૯ ટકા હિસ્‍સો હસ્‍તગત કર્યા બાદ QLLનું સંપૂર્ણ સંચાલન MXAL દ્વારા કરવામાં આવશે.મેક્‍સિમસ ઈન્‍ટરનેશનલ લિમિટેડના મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી દીપક રાવલે જણાવ્‍યું કે, અમારા ગ્રુપનું આયોજન વૈશ્વિક સ્‍તરે વિસ્‍તરણ કરવાનું છે.  વિસ્‍તરણના આયોજનને સરળતાથી આગળ વધારી શકશું.ૅઉલ્લેખનીય છે કંપની હાલમાં રુ. ૨૫ કરોડના મહત્‍વકાંક્ષી વિસ્‍તરણ કાર્યક્રમનું અમલીકરણ કરી રહી હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:37 pm IST)