Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

નવરાત્રિની તૈયારી અને ટેટૂનો ક્રેઝ

નવરાત્રિઃ આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્‍યારે ખેલૈયા તેને રંગેચંગે ઉજવવા તત્‍પર છે. અવનવી ડિઝાઇનના પારંપરિક પહેરવેશ ઉપરાંત હવે જૂના જમાનાના છુંદણા, જેને યંગસ્‍ટર્સ ટેટૂ કહે છે તેનો ક્રેઝ વધી રહ્યો છે. અલબત્ત, છુંદણા ભિન્ન પ્રકારના હતા, અદ્યતન જમાનાના ટેટૂનો રંગ, કદ, આકાર, ચિત્ર અને આયોજન ખૂબ મૌલિક હોય છે. વળી, હવે તો ગ્રૂપ પ્રમાણે ટેટૂ ચિતરાવવાનો પણ ટ્રેન્‍ડ વધી રહ્યો છે. ઘણા પીઠ પર પણ આવા થીમ બેઝ ટેટૂ ચિતરાવી રહ્યા છે.

(9:59 am IST)