Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ચૂંટણી પહેલા રાજ્ય સરકારે કર્યા મોટા ફેરફાર : 42 ડેપ્યુટી કલેક્ટરની બદલી:26 મામલતદારોને ડે.કલેક્ટર તરીકે બઢતી

અમદાવાદ : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા  ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની બદલી તથા બઢતીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જેમાં 42 ડેપ્યુટી કલેક્ટર એક સ્થળેથી બીજા સ્થળે નિમણુંક આપવામાં આવી છે. જ્યારે કે 26 મામલતદારને ડેપ્યુટી કલેક્ટર તરીકે બઢતી આપી બદલી કરવામાં આવી છે. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તેને ધ્યાનમાં રાખી વહીવટી સરળતા ખાતર બદલીના ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે. હજુ આવતા દિવસોમાં વધુ એક બદલીનો દૌર આવી શકે છે.

 

(9:49 am IST)