Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત લાભાર્થીઓને એનેમીયા અંગે જાગૃત્ત કરાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત જિલ્લાના ૯૫૨ જેટલાં આંગણવાડી કેન્દ્રો ખાતે અનેમીયા તથા લોહીની ઉણપથી થતા રોગો અંગે સગર્ભા માતાઓ અને કિશોરી લાભાર્થીઓને માહિતગાર કરવા ઉપરાંત WHO દ્વારા ૨૦૨૩ ના વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કર્યું છે જેના ભાગરૂપે ગ્રામ્ય સમુદાય પણ બાજરીના ગુણો અંગે જાગૃત થાય અને રોજીદા જીવનમાં બાજરીનો સમાનરૂપે ઉપયોગ કરે તે હેતુસર જિલ્લાની તમામ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સ્થાનિક રીતે ઉપલબ્ધ ખાધ ઘટકોના આધારે સ્થાનિક સમુદાયને બાજરીમાંથી બનાવેલ વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીમાં આઇસીડીએસ વિભાગના આંગણવાડી કાર્યકર બહેનો, મુખ્ય સેવિકા બહેનો, સંકલીત બાળ વિકાસ યોજના અધિકારીઓ દ્વારા ગૃહ મુલાકાત મારફતે પણ લાભાર્થીઓને પોષણયુક્ત આહાર વિશે માહિતગાર કરાયાં હતાં

(10:50 pm IST)