Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

રાજપીપળામાં ભારે વરસાદના કારણે જમીનનું ધોવાણ થતા સ્પોર્ટ કોમ્પલેક્ષની દીવાલ ધરાસાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં એકાદ અઠવાડિયાથી પડી રહેલા ધોધમાર વરસાદ માં કરજણ નદીના ઓવરા સામે આવેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સની દિવાલ ધરાસાઈ થઈ હતી.

છેલ્લા ઘણા દિવસોથી રાજપીપળા માં મેઘરાજા મહેર વરસાવી છે જેના કારણે ગુરુવારે રાજપીપળાના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા હતા ત્યારે ઘણી બાઇકો પણ પાણીમાં ખેંચાઈ હોવાના દ્રશ્યો નજરે પડયા હતાં ત્યારે સ્પોર્ટ કોમ્પલેક્ષની દીવાલ પણ પાણીથી થયેલા જમીનના ધોવાણના કારણે તૂટી પડી હોવાનું સિનિયર કોચ વિષ્ણુભાઈ વસાવાએ જણાવ્યું હતું

(10:45 pm IST)