Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ખંભાત તાલુકાના પંચાયતના ગામોમાં ખોટા રાશનકાર્ડ બનાવી અનાજ હડ્પવાનું કૌભાંડ પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યુ

આણંંદ:જિલ્લા પંચાયતના ચુંટાયેલા સદસ્ય અને સામાજીક ન્યાય સમિતીના ચેરમેનના ભાઇની ખંંભાત તાલુકાના શક્કરપુર ગામે આવેલી સસ્તા અનાજના દુકાનના સંચાલક છે. રાજકીય વગને લઇને બન્ને ભાઇઓએ સાથે મળીને સરકારી રેકર્ડ સાથે ચેડાં કરી તંત્રને ગેરમાર્ગે દોરી પોતાના કુટુંબીજનોના ખોટા પુરાવા ઉભા કરી અંત્યોદય કાર્ડ બનાવી અનાજ ગેરકાયદેસર રીતે પચાવતા હોવાના આક્ષેપ સાથે સરપંચે કલેક્ટરને રજુઆત કરતાં જ અનેક ચર્ચાઓ વહેતી થઇ છે.

રાજકીય વગ ધરાવતા અને ભાજપમા જિલ્લા પંચાયતમાં હોદ્દો ધારણ કરતા સભ્ય જયોતિન્દ્રકુમાર ટંકરના ભાઇ ધર્મેન્દ્ર ટંકરના નામે સસ્તા અનાજની મંડળી નોંધાયેલી છે. તેઓનું છથી સાત જેટલી વ્યક્તિઓનુ સંયુક્ત કુટુંબ રહેતુ હોવા છતાં એક જ કુટુંબમાં અલગ-અલગ નામે ૪ જેટલા અંત્યોદય કાર્ડ બનાવડાવી સરકારી અનાજ પચાવતા હોવાના આક્ષેપ સાથે શક્કરપુર ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઇએ આણંદ કલેક્ટરને કરેલી લેખિત રજુઆતમાં વધુમા જણાવ્યુ છે કે અન્ય કુટુંબીજનોના મૃત્યુ થયા હોવા છતાં અંત્યોદયનુ અનાજ ચાલુ છે. કારણ કે હાલમા અંત્યોદય યોજના હેઠળ ૩૫ કિલો અનાજ દર મહિને મફતમા મળે છે. જેથી એક વ્યક્તિનુ એક વર્ષનુ અંત્યોદય રેશનકાર્ડસુ સરકારી અનાજ ૪૨૦ કિલો જેટલુ થાય છે. એક જ કુટુંબના ચાર અત્યોદયનુ અનાજ ૧૬૮૦ જેટલુ થાય. જેની બજાર કિંમત લગભગ ૭૫ હજાર જેટલી થવા જાય છે. તેમજ દુકાનદારના મળતિયાઓ પણ બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધરાવે છે. જેથી સમગ્ર આયોજીત કૌભાંડ ચાલતુ હોઇ ગામમાં આવેલી ત્રણેય દુકાનના કાર્ડધારકોનું યોગ્ય સર્વે કરાવી કૌભાંડીઓ સામે કાયદેસરની કાર્યવારી કરવાની માંગ કરી છે.

(5:55 pm IST)