Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવતા એકમોના માલિકો અને પરિવારજનોના નામ જાહેર કરોઃ તમામ પરવાનગી રદ કરતી હાઇકોર્ટ

  સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે  ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી હતી જેમાં હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ખાસ નિર્દેશ આપ્યા છે.સુનાવણીમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે સુનાવણીના સમયથી, એટલે કે ૧૨.૧૭ કલાકેથી જ ટ્રેડ એફલ્યુઅન્ટને સુએજમાં છોડવા માટે ઓથોરિટીઝ તરફથી અપાયેલી તમામ પરવાનગીને રદ કરવાની જાહેરાત કરી. સાથે સાથે કોર્ટે એ પણ ટકોર કરી કે ૧૯૪૮માં સાબરમતીમાંથી એક ગ્લાસ પાણી સીધુ લઈને પી શકાય તેવું હતું, પરંતુ શું આજે ૨૦૨૧માં એ સ્થિતિ છે? તેમજ હાઈકોર્ટે કહ્યું કે, પ્રદૂષણ ફેલાવતા એકમોના માલિકો અને પરિવારજનોના નામ જાહેર કરો.

(2:53 pm IST)