Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

વલસાડમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મધુબન ડેમની જળસપાટી ભયજનક સ્તરે પહોંચી

ડેમના દરવાજા ખોલીને દમણગંગા નદીમાં 1.70 લાખ કયુસેક પાણી છોડવામાં આવતા નદી ગાંડીતૂર બની

વલસાડમાં ઉપરવાસમાં સારો વરસાદ પડવાના કારણે મધુબન ડેમની જળસપાટી ભયજનક સ્તર પર પહોંચી ગઈ છે. ડેમમાં 1.59 લાખ કયુસેક પાણીની આવક થતાં ડેમની હાલની સપાટી 79.45 મીટરે પહોંચી છે જે બાદ 10 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલીને દમણગંગા નદીમાં 1.70 લાખ કયુસેક પાણી છોડવામાં આવતા નદી ગાંડીતૂર બની છે. લોકોને નદીકિનારાથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

(11:56 am IST)