Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

વલસાડના રહેવાસીનો ઉજ્જૈનમાં ગંભીર અકસ્માત:11ને ઈજા

ટેમ્પોમાં સવાર વલસાડના પાટીદાર અને અનાવિલ પરિવારના આ દર્શનાર્થીઓને નાની મોટી ઇજાઓ પહોંચી :ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી :11 જેટલા ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડાયા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : કોરોના કાળના લાંબા સમય બાદ મઘ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે મહાકાલ મંદિર અને ઓમકેશ્વરના દર્શને ગયેલા વલસાડના પાટીદાર અને અનાવિલ પરિવારના સભ્યોને અકસ્માત નડતા 16 પૈકી 11 સભ્યોને વધતી ઓછી ઈજા થતાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડ્યા છે.
 વલસાડમાં તિથલ રોડ ઉપર રહેતા અને સુગર ફેકટરીના ચેરમેન અરવિંદભાઇ પટેલના ભાણેજો નિમેષ બાબુભાઇ પટેલ,હિતેશ ગોવિંદભાઇ પટેલ,જમાઇ ચેતન પટેલ (એડવોકેટ, રાબડા) તેમના પત્ની અને સંતાનો તથા તેમના વ્યસાયિક ભાગીદાર એવા વલસાડ તા.પં.ના માજી ઉપપ્રમુખ ઓલગામના અનાવિલ સમાજના કમલેશ દેસાઇ અને તેમના પરિવાર સહિત 16 સભ્યો મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિર,ઓમકેશ્વર મંદિરના દર્શને જવા 19 સપ્ટેમ્બરે વલસાડથી ઉજ્જૈન જતી ટ્રેનમાં નીકળી બીજા દિવસ સોમવારે પહોંચ્યા હતા.જ્યાંથી ગુરૂવારે સ્થાનિક ટેમ્પો ટ્રાવેલર ભાડે કરી સૌ સભ્યો ઓમકેશ્વર જવા નિકળ્યા હતા.તે અરસામાં આ ટેમ્પો સંદલપુરથી ખાતેગાંવ તરફ પસાર થઇ રહ્યો હતો ત્યારે બપોરે 1.30 વાગ્યાના સુમારે નેવામર રોડ સ્થિત રજત કુંજ કોલોની સામે અચાનક સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલું ડમ્પર ટમ્પો સાથે ધડાકાભેર ભટકાતાં અકસ્માત સર્જાયો હતો
 .આ ઘટના સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.ટેમ્પોમાં સવાર વલસાડના પાટીદાર અને અનાવિલ પરિવારના આ દર્શનાર્થીઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર ધસી આવી હતી.11 જેટલા ઇજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે પૈકી અમુક સભ્યોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.આ ઘટના સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.ટેમ્પોમાં સવાર વલસાડના પાટીદાર અને અનાવિલ પરિવારના આ દર્શનાર્થીઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર ધસી આવી હતી.11 જેટલા ઇજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે પૈકી અમુક સભ્યોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.આ ઘટના સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.ટેમ્પોમાં સવાર વલસાડના પાટીદાર અને અનાવિલ પરિવારના આ દર્શનાર્થીઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર ધસી આવી હતી.11 જેટલા ઇજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે પૈકી અમુક સભ્યોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.ઇજાગ્રસ્તોના નામજેતલ નિમેશ પટેલ ઉ.42, માનવ નિમેષ પટેલ ઉ.19, નિમેષ પટેલ ઉ.45, હિતેશ ગોવિંદભાઇ પટેલ,ઉ.45, બીના હિતેશ પટેલ,ઉ.43, ચેતન કાંતિલાલ પટેલ, ઉ.45, કમલેશ આર.દેસાઇ, ઉ.60, બીના કમલેશ દેસાઇ ઉ.48,જબરાંગ આર.દેસાઇ ઉ.65, અમિતાભ મિતેશ ઉ.34 અને બંશી હિતેશ પટેલ,ઉ.19
ચાર બાળકનો ચમત્કારિક બચાવ
ટેમ્પો ટ્રાવેલરમાં ડ્રાઇવર સહિત 17 સભ્ય ઓમકેશ્વર જઇ રહ્યા હતા ત્યારે સર્જાયેલા આ અકસ્માતમાં 4 બાળકોને કોઇ ઇજા પહોંચી ન હતા.આ બાળકો પાછલી સીટ પર બેઠા હતા.જ્યારે ટેમ્પોના આગળના ભાગે બેઠેલા સુગર ચેરમેનના ભાણેજ મિનેષ પટેલને ચહેરા અને નાક ઉપર ઇજા પહોંચી હતી.

(11:54 am IST)