Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ફૂલવાડી ગામમાં ખેતર ભાગે કરવા બાબતે ખેતર માલિકને માર મારી ધમકી આપનાર 04 વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકના ફૂલવાડી ગામે ખેતર ખેડવા બાબતે માથાકૂટમાં માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચાર વિરુદ્ધ ફરિયાદ થઇ છે.
  મળતી માહિતી મુજબ જીતેન્દ્રભાઇ સુરેશભાઇ તડવી( રહે.ફૂલવાડી) એ આપેલી ફરીયાદ અનુસાર તા.20 સપ્ટેમ્બર એ રાત્રીના આશરે સાડા સાતેક વાગ્યાના અરસામાં તેઓ પોતના ઘરે હતા તે વખતે કેસુરભાઇ ત્રિકમભાઇ તડવી (૨) રાજુબેન કેસુરભાઇ તડવી  (૩)રક્ષાબેન કેસુરભાઇ ત્રિકમભાઇ તડવી (૪) વસંતભાઇ શનાભાઇ તડવી  (તમામ રહે,ફુલવાડી )નાઓ તેમના ઘરે
 આગણે આવી કહેવા લાગેલ કે તમારા ભાગનુ ખેતર છે.તે અમને કેમ ભાગે કરવા આપતા નથી  તેમ કહી ગમે તેમ ગાળો બોલવા લાગેલ જેથી ગાળો બોલવાની ના પાડતા ઢીકા પાટુનો માર મારેલ ધોલ ધાપટ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એક બીજાની મદદગારી કરતા રાજપીપળા પોલીસે ચાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:03 am IST)