Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રાજકોટ - સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગજ્જ નેતા ઈંદ્રનીલભાઈ રાજ્યગુરૂનો કોંગ્રેસમાં પુન : પ્રવેશ

ગાંધીનગરમાં વિપક્ષનેતા પરેશ ધાનાણીના બંગલે પ્રભારી રાજીવ સાતવ ,પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અર્જુનભાઈ મોઢવાડીયા સહિતની ઉપસ્થિતિમાં ફરીથી કોંગ્રેસમાં જોડાયા

રાજકોટ : સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગજ્જ નેતા ઈંદ્રનીલભાઈ રાજ્યગુરૂનો કોંગ્રેસમાં પુન : પ્રવેશ થયો છે આજે સાંજે  ગાંધીનગરમાં વિપક્ષનેતા પરેશ ધાનાણીના બંગલે પ્રભારી રાજીવ સાતવ ,પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અર્જુનભાઈ મોઢવાડીયા સહિતની ઉપસ્થિતિમાં ફરીથી કોંગ્રેસમાં  જોડાયા છે

કોંગ્રેસના પૂર્વ નેતા ઇન્દ્રીનલ રાજગુરુ ની ગુરુવારે કોંગ્રેસમાં ઘરવાપસી થઇ ગઇ. ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના બંગલે જુના સાથી ઈન્દ્રનીલ રાજગુરુ ને આવકારાયા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી સચિવ રાજીવ સાતવની હાજરીમાં તેમનો પક્ષમાં પુનઃપ્રવેશ કરાયો હતો. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અર્જુન મોઢવાડિયા હાજર રહ્યા હતા.

ઇન્દ્રનીલ રાજગુરુની આશરે ત્રણ વર્ષ વબાદ કોંગ્રેસમાં ઘરવાપસી થઇ છે. તેમણે 2017ની ચૂંટણીઓ બાદ મનદુઃખ થતાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું.
નોંધનીય છે કે ઇન્દ્રનીલ રાજગુરુ રાજકોટના કોંગ્રેસના પૂર્વ નેતા હતા. હમણા 19 જૂનો થયેલી રાજ્યસભાની ચંટણીઓ પહેલા કોંગ્રેસના 65 ધારાસભ્યોને ઇન્દ્રનીલે પોતાના રાજકોટના રિસોર્ટમાં આશ્રય આપ્યો હતો. જેના કારણે રાજકોટ પોલીસે લોકડાઉનનો ઉલ્લંઘન કરી પોતાની માલિકીની સિટી કલબમાં કોંગી ધારાસભ્યોને આશ્રય આપવા બદલ કેસ નોંધ્યો હતો

(10:34 pm IST)
  • આજ ગુરુવારે સેન્સેક્સમાં 1115 પોઈન્ટનો ઘટાડો થતા રોકાણકારોએ એક જ દિવસમાં 3.95 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા : મે મહિના પછીનું સૌથી સૌથી મોટું ગાબડું access_time 6:25 pm IST

  • બુમ બુમ બુમરાહ :બુમરાહે ગઈકાલે તેની પહેલી ૩ ઓવરમાં ફકત પાંચ રન આપીને રસેલ અને મોર્ગન જેવી મોટી વિકેટ આપી હતી. જો કે તેની ચોથી ઓવરમાં કમીન્સે ચાર સિકસર સાથે ૨૭ રન ઝૂડી કાઢ્યા હતા. access_time 2:51 pm IST

  • નેપાળમાં ૪૮ કલાકથી ભારે વરસાદ ચાલુ: જાનહાનિ અને ખાના-ખરાબી: નેપાળમાં મંગળવારથી સતત મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. શીલાઓ ગબડતા, ભૂમિ ધસી પડતા ૧૨ના મોત થયા છે અને ૯ લાપતા છે access_time 12:21 am IST