Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

વંશ વેલો વધારવા સસરાએ પુત્રવધુ સાથે દુષ્કર્મ આચર્યું

પોલીસે સસરા, સાસુ અને પતિની ધરપકડ કરી : પોતાનો વંશ વેલો વધારવા માટે સસરાએ પુત્રવધુ સાથે દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે

અમદાવાદ,તા.૨૪ : વંશ વધારવા સસરાએ પુત્રવધુ સાથે કર્યું દુષ્કર્મ. પિયર ગયેલી યુવતી સાથે ફોન પર પ્રેમલીલા કરતા સસરાનો ભાંડો ફૂટ્યો. મહિલા પોલીસે સસરા, સાસુ અને પતિની કરી ધરપકડ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વંશ વધારવા માટે સસરાએ પુત્રવધુ સાથે દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળે છે. સમગ્ર કિસ્સાની વાત કરીએ તો, અમદાવાદ પૂર્વમાં રહેતી ૨૨ વર્ષીય માનસિક અસ્થિર યુવતીના લગ્ન વિકલાંગ યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સસરાની નજર પુત્રવધુ પર બગડી હતી. પુત્ર વંશ વધારવા સક્ષમ નહિ હોવાથી સસરાએ પુત્રવધુ સાથે દુસકર્મ શરૂ કર્યું. પુત્રવધુએ સાસુ અને પતિને સસરાની કરતુત જાણ કરી. પરંતુ, માનસિક અસ્થિર હોવાથી તેની વાત કોઈએ માની નહિ, હદ તો ત્યારે થઈ આ યુવતીએ પોતાના પિયરમાં પણ સસરાની કરતુત કહી, પણ તેઓએ પણ વાત માની ન હતી.

પરંતુ થોડા દિવસ પહેલા યુવતી તેના પિયર આવી, ત્યારે સસરાના ફોન પર પ્રેમલીલાની વાતોનું રેકોડીંગ પરિવારને મળતા સસરાનો ભાંડો ફૂટ્યો.પોલીસ તપાસમાં ખુલ્યું કે, ૬૧ વર્ષના સસરાએ યુવતીના લગ્નના ૫ દિવસ બાદ જ દુષ્કર્મ કરવાનું શરૂ કર્યું. યુવતીની એકલતાનો લાભ લઈને સસરા કાળા કામ કરતો હતો. આ કૃત્યની જાણ સાસુ અને પતિને થતા તેઓએ યુવતી હેરાન કરવાનું શરૂ કર્યું, અને બીજા કોઈને નહીં કહેવા ધમકી પણ આપી.માનસિક અસ્થિર હોવાથી યુવતી શોષણનો ભોગ બનતી રહી. વંશ વધારવા સાસુ અને પતિએ પણ સાથ આપતા મહિલા પોલીસે સસરાની સાથે બન્નેની પણ ધરપકડ કરી. સમાજમાં શર્મસાર કરતા આ કિસ્સાથી હવે યુવતી સાસરીમાં પણ સુરક્ષિત નથી. હાલમાં મહિલા પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી સસરા અને પુત્રવધુનું મેડિકલ તપાસ કરાવી. આ ઉપરાંત સસરા ની પ્રેમલીલા ના ઓડીઓ કલીપ જપ્ત કરીને એફએસએલમાં મોકલવાની કાર્યવાહી શરૂ કરી.

(9:04 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે 47 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા : રાત્રે 8 વાગ્યા સુધીમાં વધુ 28,775 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 27,00,625 રિકવર થયા access_time 8:25 pm IST

  • નેપાળમાં ૪૮ કલાકથી ભારે વરસાદ ચાલુ: જાનહાનિ અને ખાના-ખરાબી: નેપાળમાં મંગળવારથી સતત મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. શીલાઓ ગબડતા, ભૂમિ ધસી પડતા ૧૨ના મોત થયા છે અને ૯ લાપતા છે access_time 12:21 am IST

  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં નવા 85,919 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 58,16,103 થઇ: હાલમાં 9,69,972 એક્ટિવ કેસ: વધુ 81,141 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 47,52,991 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1144 લોકોના મોત સાથે મૃત્યુઆંક 92 ,317 થયો access_time 1:02 am IST