Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કેવડિયામાં અજાણી બિમાર યુવતીને સારવાર માટે ખસેડતી અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટિમ,રાજપીપળા.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડિયા કોલોની ખાતે એક બેભાન અવસ્થામાં પડી રહેલું અજાણી યુવતીની જાણ થતા જ રાજપીપળા સ્થિત 181 મહિલા હેલ્પલાઇન ટિમ મદદે પહોંચી હતી.
  હેલ્પલાઇનમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર એક ત્રાહિત વ્યક્તિએ અભયમ 181મહિલા હેલ્પલાઇનમા ફોન કરી જણાવેલ કે એક અજાણી યુવતી કેવડિયા કોલોનીમાં પડી રહી છે જેને મદદ પહોચડવા અપીલ કરતા અભયમ રેસ્ક્યુ વાન,રાજપીપળા તાત્કાલિક ત્યાં પહોંચી આ યુવતી સાથે વાતચિત કરવાનો પ્રયાસ કરતા તે બેભાન અને બીમાર યુવતી કઈ બોલી શકતી ન હતી. તેને સારવાર ની જરૂર જણાતા મહિલા હેલ્પલાઇન ફરજ પર ના મહિલા કાઉન્સેલર એ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલસ બોલાવી તેને સારવાર માટે લઈ જવા માં આવી હતી.આ ફોટો વાળી મહિલા ની કોઈ ને જાણકારી મળે તો અભયમ નો સંપર્ક કરવો જેથી તેને તેના પરિવાર ને સુધી પહોંચાડી શકાય તેમ પણ અભયમ ટિમ દ્વારા જણાવાયું છે.

(8:49 pm IST)