Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સુરત :છેલ્લા 28 વર્ષથી જલંધરની બિમારી છતાં 50 વર્ષીય દર્દીએ આપી કોરોનાને માત

સિવિલ તેમજ સ્મીમેર હોસ્પિટલમાં તબીબોની યોગ્ય સારવાર થકી દર્દીઓનો રીકવરી રેટ વધ્યો

સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સુદઢ સારવારના પરિણામે કોરોનાગ્રસ્ત વડીલો પણ સ્વસ્થ થઈ રહ્યા છે. કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયેલા 50 વર્ષીય શિવનારાયણ ત્રિવેદી જોઈને કહી શકાય.મૂળ કાનપુરના અને વર્ષોથી સુરતના પાંડેસરા વિસ્તાર ગોવલ નગરમાં રહેતા શિવનારાયણ ત્રિવેદીએ જણાવ્યું કે, ' 4 સપ્ટેમ્બર ના રોજ કોરોનાના લક્ષણ જણાતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 28 વર્ષથી જલંધરની બિમારી છે. સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ સતત પ્રયત્નો થકી કોરોનાને હરાવવાની હિંમત આવી.16 દિવસ સારવાર લઈ તા.19 સપ્ટેમ્બરના રોજ કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી છે

 .સિવિલ હોસ્પિટલના તબીબો કોઈ પણ સ્વાર્થ વિના દિન-રાત ખડેપગે રહીને દર્દીઓની સારવાર કરે છે એવા કોરોના વોરિયર્સની સેવાને શિવનારાયણ બિરદાવે છે. ડો.અજય પરમાર જણાવે છે કે, અમારી ટીમ સમજાવતી કે, નોર્મલ કોરોના લક્ષણ છે, જેથી જલ્દી સ્વસ્થ થઈ જશો. માનસિક અસ્વસ્થ થયેલા શિવનારાયણની ઝડપથી રિકવરી આવતાં ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફમાં પણ આનંદ છે. સિવિલ તેમજ સ્મીમેર હોસ્પિટલમાં તબીબોની યોગ્ય સારવાર થકી દર્દીઓનો રીકવરી રેટ વધ્યો છે. જેનો શ્રેય આરોગ્ય વિભાગને જાય છે.

(8:46 pm IST)