Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રાજ્યમાં ફરી કોઈપણ લોકડાઉન લાદવામાં આવશે નહીં: નીતિનભાઈ પટેલે સોશિયલ મીડિયાના હેવાલ ફગાવ્યા

ગુજરાતમાં બધુ રાબેતા મુજબ છે. હાલની સ્થિતિએ રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવશે નહીં

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એવામાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં આવશે તેવા અહેવાલો વહેતા થયા હતા. જોકે, રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ફરી એકવાર આ મુદ્દે સ્પષ્ટતા આપતા કહ્યું કે, રાજ્યમાં કોઈપણ લોકડાઉન લાદવામાં આવશે નહીં. નીતિન પટેલે ઉમેર્યું કે, ગુજરાતમાં બધુ રાબેતા મુજબ છે. આ સાથે જ નીતિન પટેલે જાહેરાત કરી છે કે હાલની સ્થિતિએ રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવશે નહીં.

 અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વધતા કોરોના કેસને કારણે ફરી લોકડાઉન કરવામાં આવશે તેવા અહેવાલો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ સ્પષ્ટતા આપી છે.

(8:28 pm IST)
  • મુંબઈમાં બેફામ વરસાદ વરસ્યા પછી મોડી રાત્રે વરસાદ હવે લગભગ જગ્યાએ રહી ગયો છે. છુટાછવાયા ઝાપટા પડી જાય છે. સવાર સુધી ઝાપટા પડવાનું ચાલુ રહેશે. સવારથી એ પણ ઓછું થઈ જશે. સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ઉપર પણ વાદળા તદ્દન ઓછા થઈ ગયેલા નજરે પડે છે. કાલથી વાતાવરણ ચોખ્ખું થવા લાગશે. access_time 12:21 am IST

  • ભરૂચ નજીક ફરી એકવાર ટ્રાફિક જામની સ્થિતિ, બીસ્માર હાઇવેને પગલે ૧પ કિલો મીટર લાંબો ટ્રાફિક જામ : ઇમરજન્સી કામ માટે નીકળેલા અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં અટવાયા, તંત્રના વાંકે સામાન્ય જનતાને અનેક પરેશાની access_time 4:03 pm IST

  • આસામ સરકારે 12 મા ધોરણના બોર્ડના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો : 1984 ની સાલના શીખ દંગલ ,ગુજરાતનું નવનિર્માણ આંદોલન ,2002 ની સાલના કોમી રમખાણો ,તથા અયોધ્યા વિવાદ મામલો સહિતના ચેપટર કાઢી નાખ્યા access_time 11:39 am IST