-
વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા access_time 3:00 pm IST
-
કોરોના કર્ફયુનો ભંગ કર્યો તો પોલીસે કરાવી ૩૦૦ ઉઠક બેઠક : વ્યકિતનું ગણતરીની પળોમાં મોત access_time 10:09 am IST
-
બે ફિલ્મોને કારણે ચર્ચામાં ભૂમિ access_time 10:01 am IST
-
આ દેશમાં વેક્સિનના બદલામાં પીવડાવવામાં આવે છે બિયર..... access_time 5:16 pm IST
દસક્રોઈ તાલુકાના કુહા ગામે ‘કન્યા શક્તિ પૂજન’ કાર્યક્રમ યોજાયો : કુહા ગામમાં નવતર પ્રયોગ સ્વરૂપે દિકરીના ઘરને 'દિકરી નિવાસ' નામ અપાયું
દિકરો દિકરી એક સમાન, દેશ વિકાસનું લક્ષ્ય મહાન - દરેક સમાજ દિકરીને સમાન પોષણ અને સમાન શિક્ષણ આપે તે જરૂરી : કલેકટર સંદિપ સાંગલે : ‘’દિકરી જન્મે ત્યારે આનંદ અને ગર્વની લાગણી અનુભવો ‘’ : જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કુહા ગામે ૨૭ જેટલી નાની બાળાઓનો ‘કન્યા શક્તિ પૂજન’ કાર્યક્રમ યોજાયો હતો. જેનો હેતુ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપીને અને સેક્સ રેશિયોમાં સમાનતા જળવાય એ મુખ્ય ઉદ્દેશ છે.
કુહા ગામમાં ૧ ઓગષ્ટ ૨૦૧૯ પછી જન્મ થનાર ૨૭ જેટલી શક્તિ-સ્વરુપા કન્યાઓનું પૂજન જિલ્લા કલેકટર સંદિપ સાંગલે તથા જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુના હસ્તે કરવામાં આવ્યું હતુ. જેમાં તમામ બાળાઓને કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ્થી સનમાનિત કરીને તથા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અંતર્ગત ચાંદીનો સિક્કો અને વસ્ત્રોની કિટ આપવામાં આવી હતી.
‘’દરેક સમાજમા જન્મ થનાર દિકરીઓને સમાન પોષણ અને સમાન શિક્ષણ મળે તે ખુબ જ જરૂરી છે તેમ જણાવતા જિલ્લા કલેકટર સંદિપ સાંગલેએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે જેમ દિકરાનો જન્મ થાય છે ત્યારે તેના વધામણાં કરીએ છીએ તેમ હવે દીકરી જન્મને પણ વધાવીએ એવો પ્રબુધ્ધ વિચાર સમાજમાં પ્રકટે તે આજના સમયની તાતી જરુરિયાત છે. વર્ષ ૨૦૧૫માં હરિયાણાના પાણીપત ખાતે પ્રધાનમંત્રી નરેનદ્રભાઇ મોદીએ ‘’બેટી બચાઓ, બેટી પઢાઓ’’ અભિયાનની શરૂઆત કરી હતી. દીકરો-દીકરી એકસમાન તેમજ જેન્ડર ઇક્વાલિટી જેવા વિષયો પર લોકોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ સામાજિક ક્રાંતિનો સંદેશ છે કે આપણે આપણો ભવ્ય ઐતિહાસિક વારસો ભૂલી રહ્યા છીએ. જેના લીધે બાળ જ્ન્મદરમાં બાળકીઓનો ઘટાડો નોંધાવા લાગ્યો છે જે સમાજ માટે ચિંતાનો વિષય છે.‘’
‘’ભારતના ભવ્ય ઐતિહાસિક વારસામા, સાંસ્કૃતિક વારસામાં અને સામાજિક મૂલ્યોના પાયામાં નારીની સમાનતા જોવા મળે છે એ ન ભુલવું જોઇએ એમ ભારર્પૂવક જણાવતા કલેકટરે વધુમા જણાવ્યું કે ‘’દિકરીના જ્ન્મને વધાવો અને દિકરા સમાન જ શિક્ષણ અને પોષણ આપો. આજે મહિલાઓ તમામ ક્ષેત્રે કાર્યરત છે અને તેથી દીકરીનો ઉછેર દરેક ઘરમાં દિકરા જેવો જ થાય એ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આવશ્યક છે.’’
જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘’અમદાવાદ ગ્રામ્યમાં સેક્સ રેશિયો દર સમાન દરે જળવાઇ રહે તે માટેના પગલા લેવાઇ રહ્યા છે. લોકોને એ વિષય અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. દરેક લોકો ઘરમાં દીકરીનો જન્મ થાય ત્યારે ગર્વ સાથે આનંદ વ્યકત કરે તે જરુરી છે. ભારત અને રાજ્ય સરકારે આજે દીકરીઓ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. તેનો મહતમ લાભ લોકોએ લેવો જોઇએ. ક્ન્યા પૂજનનો મુખ્ય ઉદેશ એ જ છે કે આ દીકરીઓ મોટી થઇને ખુબ ભણીને આગળ વધે અને તેમના પરિવાર, સમાજ, રાજ્ય અને દેશનું નામ રોશન કરે.’’
કુહા ગામમાં એક નવતર પ્રયોગના ભાગરૂપે કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે દરેક દીકરીના નામની નેઇમ પ્લેટ 'દિકરી નિવાસ' તરીકે દીકરીઓના નિવાસસ્થાને લગાવવામાં આવી હતી.
આ પ્રસંગે મહિલા બાળ વિકાસ અધિકારી અહેઝાઝ મન્સૂરી, જેન્ડર રિસોર્સ ઓફિસર મીતાબેન પટેલ, પ્રોટેક્શન ઓફિસર ગ્રામ્ય વિસ્તાર- નિલેશ્વરીબા ગોહેલ, પ્રાંત અધિકારી દસ્ક્રોઈ, કોમલબેન પટેલ, કુહા ગામના સરપંચ હીનાબેન પટેલ, મામલતદાર ડૉ.પ્રણવ પટેલ તેમજ શાળાના આચાર્ય મુકેશભાઈ ગોર ઉપસ્થિત રહ્યા હતા.
-
પાકિસ્તાનના ઇસ્લામાબાદથી પશ્ચિમમાં 4૦ કિલોમીટરે આજે સાવરે 5.46 વાગ્યે (IST) 4.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો અને અફઘાનિસ્તાનના કાબુલથી ઉત્તર પૂર્વમાં 237 કી.મી. ના અંતરે 4.3 ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો : રાષ્ટ્રીય સિસ્મોલોજી કેન્દ્ર access_time 8:39 am IST
-
આજથી 3 દિવસ માટે પંજાબ બંધ : કૃષિ બિલના વિરોધમાં 24 થી 26 સપ્ટેમ્બર દરમિયાન બંધનું એલાન : રેલ રોકો આંદોલનને કારણે અનેક રૂટની ટ્રેનો બંધ રહેશે : અમુક ટ્રેનોના સમય બદલાશે : વાહન વ્યવહાર ઉપર અસર થશે : આંદોલનકારીઓ પ્રત્યે નરમ વલણ અપનાવવા પોલીસ ડિપાર્ટમેન્ટને રાજ્ય સરકારની સૂચના : શાંતિપૂર્ણ આંદોલન કરવા અનુરોધ access_time 11:53 am IST
-
નોબલ પારિતોષિક માટે હવે પુતીનનું નામ નોમિનેટ થયું: ડોનાલ્ડ ટ્રમ્પ પછી હવે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતીનનું નામ નોબલ શાંતિ પારિતોષિક માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. જોકે ક્રેમલીને જાહેર કર્યું છે કે અમે પુતિનનું નામ નોમિનેટ કરેલ નથી. access_time 12:17 am IST
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મિલિંદ સોમનની ઉંમરને લઇ મજાક, પુછયું, ખરેખર આપ પપ વર્ષના છો ? access_time 10:00 pm IST
-
કિસાન બિલ : હરિયાણા, પંજાબના ખેડૂતોનું રેલ રોકો access_time 9:09 pm IST
-
સિવિલ કોવિડમાં ૫૦૦ પુસ્તકોની મીની લાયબ્રેરી શરૃઃ બધા વોર્ડમાં ૧૫-૧૫ બૂકનું તક્કાવાર વિતરણ access_time 1:59 pm IST
-
રાજકોટ ડેરીના રાજકારણમાં ભારે ગરમાવોઃ આક્ષેપોની આતશબાજી access_time 4:16 pm IST
-
સેન્ટ ગાર્ગી સ્કુલ યોજીત ઘરમાં ગણેશજીની મૂર્તિઓનલાઇન સ્પર્ધાનું પરીણામ જાહેર access_time 2:25 pm IST
-
દુષ્ટતા વધે ત્યારે સજજનો લાલ આંખ કરે, ભગવાને પણ આતતાયીઓનો સંહાર કર્યો છેઃ પૂજય ભાઇશ્રી access_time 12:54 pm IST
-
કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ access_time 9:51 pm IST
-
આમલેથા પો.સ્ટે.ના છેતરપીંડીના ગુનાનો નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી,નર્મદા access_time 8:16 pm IST
-
વલસાડના યુવાઓ માટે સાઇબર ક્રાઇમ અવેરનેસ ડ્રાઇવ યોજાઇ access_time 2:51 pm IST
-
ઉપરવાસમાંથી પાણીની આવક થતા રાત્રે 8 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી ૧૩૬.૭૯ એ પહોંચી access_time 9:49 pm IST
-
આવી રીતે ચમકદાર દેખાશે અરીસો access_time 11:35 am IST
-
નેપાળ અને ચીન વચ્ચે જમીન બાબતે કોઈ વિવાદ નથી : ચીનના દબાણમાં આવી ગયેલી કે.પી.ઓલી સરકારનું નિવેદન access_time 12:06 pm IST
-
રાયડુ હજી એકાદ મેચ ગુમાવશે access_time 2:56 pm IST
-
IPL -2020 : કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 97 રને હરાવ્યું access_time 11:35 pm IST
-
WWEના લિજેન્ડ રોડ વોરિયર એનિમલનું 60 વર્ષે નિધન access_time 5:30 pm IST
-
ફિલ્મ 'નેલ પોલિશ'ના સેટ પર કોરોના ટેસ્ટમાં પોઝીટીવ આવ્યા આનંદ-માનવ access_time 5:09 pm IST
-
એવા લોકોએ મોઢા બંધ રાખવા જોઇએઃ નિયા access_time 9:37 am IST