Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

મોડી રાત્રે ખુલ્લી રિક્ષામાં ચિચિયારીઓ પાડતા બે ઝબ્બે

અમદાવાદના શાહપુર વિસ્તારનો બનાવ : રિક્ષામાં પાછળની સીટ પરથી ખુલ્લી ધારદાર તલવાર મળી આવ્યા બાદ પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી

અમદાવાદ,તા.૨૪ : કેટલાક લોકો મોડી રાત્રે જાહેર રસ્તાઓ પર નીકળીને બૂમો ચિચિયારીઓ પાડીને વિકૃત આનંદ મેળવતા હોય છે. ગત મોડી રાત્રે ઉસ્માનપુરા ચાર રસ્તા નજીક આવો જ વિકૃત આનંદ મેળવતા બે લોકોને પોલીસે ઝડપી પડયા છે. જોકે, તપાસ કરતા આરોપી પાસેથી ધારદાર ખુલ્લી તલવાર પણ મળી આવી છે. શાહપુર વિસ્તારના લોકો ઈનકમ ટેક્ષ બ્રિજની નીચે સૂવા માટે આવતા હોવાથી અવારનવાર બનાવો બને છે. જેથી વાડજ પોલીસ તેઓને ત્યાંથી દૂર કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન ઉસ્માનપુરા સર્કલ તરફથી એક રિક્ષામાં બે લોકો પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા. તેઓ બૂમો, ચિચિયારીઓ પાડી રહ્યા હતા. જેથી પોલીસે બંનેને અટકાવ્યા હતાં અને બંનેની પૂછપરછ કરી રિક્ષામાં તપાસ કરી હતી.

           જોકે, રિક્ષામાં પાછળની સીટ પરથી ખુલ્લી ધારદાર તલવાર મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ બંને આરોપીઓની તલવાર રાખવા બાબતે પૂછપરછ કરતા બંને ઈસમો યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. જેથી પોલીસે બંનેની ધરપકડ કરી ને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી ભરત રાવત ન્યુ રાણીપ વિસ્તારનો છે, જ્યારે વિશાલ ચૌહાણ જૂના વાડજનો રહેવાસી હોવાનુ જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ માં ઇ.પી.કો. કલમ ૧૮૮, ૧૧૪ અને જી પી એકટ કલમ ૧૩૫ (૧) મુજબ કાર્યવાહી કરી છે

(7:30 pm IST)
  • આસામ સરકારે 12 મા ધોરણના બોર્ડના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો : 1984 ની સાલના શીખ દંગલ ,ગુજરાતનું નવનિર્માણ આંદોલન ,2002 ની સાલના કોમી રમખાણો ,તથા અયોધ્યા વિવાદ મામલો સહિતના ચેપટર કાઢી નાખ્યા access_time 11:39 am IST

  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 84,269 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 57,27,750 થઇ: હાલમાં 9,68,690 એક્ટિવ કેસ : વધુ 82,686 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 46,67,078 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1113 લોકોના મોત સાથે મૃત્યુઆંક 91,163 થયો access_time 1:03 am IST

  • બિહાર ચૂંટણી : સરકારી નોકરીમાં સવર્ણ ગરીબોને નવી ભેટ આપવાની તૈયારીમાં બિહાર સરકાર : 10 ટકા અનામતના કેન્દ્ર સરકારના નિર્ણયની સાથોસાથ ઉંમરની મર્યાદામાં પણ વધારો કરવાના સંકેત access_time 1:41 pm IST