Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

નર્મદા પોલીસે રાજપીપળા અને સોનગામ ખાતે બે જુગારપર રેડ કરી પોલીસે જુગારીયાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની કડક સૂચનાથી જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ દારૂ જુગારના વેપલા પર બાઝ નજર રાખતા હોય ગતરોજ રાજપીપળા શાક માર્કેટ પાસેથી ગુલામનબી મહેમદભાઈ મન્સુરી (રહે, કસ્બાવાડ ,રાજપીપળા )પૈસા વડે સટ્ટા બેટીંગના આંક ફરકના આંકડા ઉપર પૈસાની લગાઇ લઇ જાહેરમાં હારજીતનો જુગાર રમી રમાડતા પોલીસની રેઇડ દરમ્યાન તેની પાસેથી મળી આવેલ કુલ રોકડ રૂપીયા ૬૨૦ સાથે સ્થળ ઉપરથી પકડાઇ ગયો હતો.
 જ્યારે બીજી ઘટનામાં ગરૂડેશ્વરના સોનગામ ખાતે પોલીસે રેડ કરતા સંજયભાઇ નાયકાભાઇ ભીલ(રહે.સજણપુરા તા.ગરૂડેશ્વર) જાહેરમાં લાઈટના થાભલા નીચે આંક ફરકનાં આકડાઓ લખી જુગારના સાધનો તથા અંગ ઝડતીના રોકડા રૂ .૫૦૦ સાથે પોલીસે ઝડપી લીધો હોય આ ગુનાઓમાં રાજપીપળા અને ગરુડેશ્વર પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(6:37 pm IST)