Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

નર્મદા જિલ્લામાં ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ : સિઝનનો કુલ વરસાદ 1263 મિમી :જિલ્લાના તમામ ડેમોમાં છલોછલ પાણી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : સમગ્ર નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદે હેલી કરી છે ત્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે જેમાં તિલકવાડા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌથી વધુ ૫૦ મિમી વરસાદ નોંધાયો છે

  તાલુકા ઓમાં સિઝનના કુલ આંકડા જોઈએ તો નાંદોદ ૧૦૩૦ મિમી, તિલકવાળા ૧૦૩૩ મિમી, ગરુડેશ્વર ૮૭૦ મિમી ડેડીયાપાડા ૨૦૩૪ મિમી સાગબારા ૧૪૯૨ મિમી વરસાદ નોંધાયો છે સિઝન માં સૌથી વધુ વરસાદ સાથે ડેડીયાપાડા તાલુકો મોખરે રહ્યો છે.

  જિલ્લાના વિવિધ ડેમોની માહિતી જોઈએ તો તા ૨૪.૦૯.૨૦૨૦ સવારે ૬:૦૦ કલાકે નર્મદા બંધ ૧૩૬.૮૯ મીટર , કરજણ ડેમ ૧૧૪.૧૯ મીટર , નાના કાકડી અંબા ડેમ ૧૮૭.૭૩ મીટર , ચોપડવાવ ડેમ ૧૮૭.૪૪ મીટર અને ગરુડેશ્વર પાસે નર્મદા નું ગેજ લેવલ ૧૭.૫૦ મીટર નોંધાયુ છે જિલ્લાના તમામ ડેમો માં પુષ્કળ પ્રમાણ માં પાણી છે જેથી આવનાર સમય માં સિંચાઈ અને પીવાના પાણી માં કોઈ મુશ્કેલી નહીં રહે તેવી આશા સેવાઇ રહી છે.

(6:35 pm IST)