Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે હાઇસ્કૂલને નિશાન બનાવી ગઠિયાઓએ તાળા તોડ્યા: કબાટમાંથી રોકડ હાથ ન લાગતા કાગળો વેરવિખેર કરી રફુચક્કર

મેઘરજ:તાલુકાના રેલ્લાવાડા ગામે મંગળવાર રાત્રે હાઇસ્કુલમાં કેટલાક શખ્સો રૂમોના તાળાં તોડી રૂમની અંદર તિજોરી કબાટના તાળાં તોડી કાગળો વેરવિખેર કરી નાખ્યા હતા.  એક શખ્સે પ્રીન્સીપાલની ઓફિસ રૃમમાં ઉંઘતો ઝડપાઈ જતાં પોલીસને જાણ કરાઈ હતી. રેલ્લાવાડા ગામે મંગળવાર રાત્રીના સમયે હાઈસ્કૂલમાં અલગ અલગ રૂમોનાં તાળાં તોડી રૂમોમાં કબાટ તિજોરીમાં રહેલા કાગલો ફાડી નાખી વેરવિખેર કરી નાંખ્યા હતા અને સ્કૂલની રૂમોમાં ચીજવસ્તુઓની તોડફોડ કરાઈ હતી.  જેમાં બુધવાર સવારે એક શખ્સ હાઈસ્કૂલમાં પ્રીન્સીપાલની રૂમમાંથી ઉંઘતો જ ઝડપાતાં ઈસરી પોલીસને જાણ કરાઈ હતી.

ઈસરી પોલીસ ઘટનાસ્થળે જઈ ઉંઘતા ઈસમને ઝડપી પાડયો હતો પરંતુ સમગ્ર ઘટના અંગે ઈસરી પોલીસ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

(5:33 pm IST)