Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની કોવિડ હોસ્પિટલ મેનેજમેન્ટને લગતી વીડીયો કોન્ફરન્સ યોજાઈ

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલની કામગીરીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો

ગાંધીનગર : આજે આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની કોવિડ હોસ્પિટલ મેનેજમેન્ટની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.

આ કોન્ફરન્સમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને વ્યવસ્થાપનનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો..

ઉક્ત વીડિયો કોન્ફરન્સમાં કોવિડ અને નોન કોવિડ આયસોલેશન વોર્ડ મેનેજમેન્ટ, ડોનિંગ અને ડોફિંગ મેનેજમેન્ટ, બાયોમેડિકલ વેસ્ટ, કંટ્રોલરૂમ, ઇન્ફેકશન કંટ્રોલ, લોન્ડ્રી મેનેજમેન્ટ,આઇ.ટી અને ડેટા મેનેજમેન્ટ, ડેથ બોડી ડિસ્પોઝલ મેનેજમેન્ટ, ઓક્સિજન તેમજ અન્ય ઉપલ્બધ સુવિધાઓ જેવા વિવિધ મુદ્દાઓની  વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આગામી સમયમાં કોરોનાના લગતી કરવામાં આવનાર કામગીરી અને વ્યવસ્થાપનને લગતી વ્યૂહરચના ઘડવામાં આવી હતી..

આજની કોન્ફરન્સમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જે. પી. મોદી સહિત હોસ્પિટલના દરેક વિભાગના વડા, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ આ કોન્ફરન્સમાં જોડાયા હતા.

(2:57 pm IST)
  • મુંબઈમાં બેફામ વરસાદ વરસ્યા પછી મોડી રાત્રે વરસાદ હવે લગભગ જગ્યાએ રહી ગયો છે. છુટાછવાયા ઝાપટા પડી જાય છે. સવાર સુધી ઝાપટા પડવાનું ચાલુ રહેશે. સવારથી એ પણ ઓછું થઈ જશે. સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ઉપર પણ વાદળા તદ્દન ઓછા થઈ ગયેલા નજરે પડે છે. કાલથી વાતાવરણ ચોખ્ખું થવા લાગશે. access_time 12:21 am IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 57 લાખને પાર પહોંચ્યો : રાત્રે 10 વાગ્યા સુધીમાં નવા 58 હજારથી વધુ કેસ ઉમેરાયા :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો access_time 10:22 pm IST

  • ખાનગી શાળાઓની ફી માં ઘટાડાનો મામલે કોંગ્રેસનું ગૃહમાંથી વોકઆઉટ, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર લગાવ્યા આરોપ, 'સરકાર રાજકીય રોટલા શેકવા મસ્ત છે અને બીજી બાજુ ગુજરાતના યુવાધનનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે' access_time 4:28 pm IST