Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સુરતનું ઐતિહાસિક 'ડ્રગ્સકાંડ' : સૌરાષ્ટ્ર કનેકશન ખુલ્યું: દામનગરનો સંકેત અસલાલીયા ક્રાઇમ બ્રાંચના સકંજામાં

દિપીકા-શ્રધ્ધા-સારા અલી ખાનના ડ્રગ્સ કનેકશન ચકાસતી એનસીબીને કરોડોના ડ્રગ્સ-ગાંજાના અ-ધ-ધ જથ્થા અંગેની જાણ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા કરાઇ : પોલીસ વડા આશિષ ભાટિયાની ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવાની રાજયવ્યાપી ઝુંબેશને સીપીના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચના એડીશ્નલ પોલીસ કમિશ્નર શરદ સિંઘલ-ડીસીપી રાહુલ પટેલ તથા એસીપી આર.આર.સરવૈયા ટીમ દ્વારા રપ-રપ દિવસ સુધી રાત-દિ' જોયા વગર ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીદારોની જાળ બિછાવવાના અભિયાનને અભૂતપુર્વ સફળતા : પડદા પાછળની રસપ્રદ કથા

રાજકોટ, તા., ૨૪: બોલીવુડના કલાકારોને  આદર્શ માનતા  મોટાભાગના યુવાનો તેમના વિષે ડ્રગ્સની સાચી-ખોટી કથાઓ સાંભળી તેનું અનુકરણ ન કરે તથા મોટા શહેરોની રેવ પાર્ટીઓનું અનુકરણ કરી પાકિસ્તાન દ્વારા પ્રોકસીવોરના ભાગરૂપે યુવાધનને નશાની ગર્તામાં ધકેલવાનો કારસો સુરતમાં કોઇ પણ રીતે સફળ ન થાય તે માટે'ડ્રગ્સ ફ્રિ સુરત' નો મંત્ર આપનાર સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળની ક્રાઇમ બ્રાન્ચ ટીમે સુરતના અલગ-અલગ વિસ્તારોમાંથી માદક ડ્રગ્સ અને ગાંજાનો ઐતિહાસિક જથ્થો પકડી પાડી આરોપીઓની પુછપરછ દરમિયાન સૌરાષ્ટ્ર કનેકશન તથા મટીરીયલ્સ બિહારથી  આવતુ હોવાનું ખુલવા પામેલ છે.

દિપીકા પાદુકોણ, શ્રધ્ધાકપુર, સારા અલીખાન તથા નકુલ પ્રીત જેવી અભિનેત્રીઓના ડ્રગ્સ કનેકશનની તપાસ કરતા નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ને અંૈતિહાસિક ડ્રગ્સ જથ્થો મળતા પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર ે રાજયના પોલીસ વડા આશિષભાટીયા કે જેઓખે સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ સામે ઝુંબેશ ઉપાડી છે.  તેમની સાથે ચર્ચા કરી જાણ કર્યાનું સુત્રો જણાવે છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચના એડી.પોલીસ કમિશ્નર શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આરઆર સરવૈયા ટીમ દ્વારા  છેલ્લા રપ દિવસથી રાત-દિવસ જોયા વિના ચાલતી કાર્યવાહીને સફળતા મળી છે.

પી.આઇ. એ.જી. રાઠોડ તથા પીએસઆઇ ડી.એમ.રાઠોડ ટીમે ચોક્કસ બાતમીના આધારે ડુમ્મ્સ પોઇન્ટથી ભીમાપોર તરફ જતા રોડ પર ગોઠવેલી વોચ દરમિયાન મરૂણ રંગની હુડાઇ કારને રોકી કાર ચાલકની તપાસ કરતા કાર ચાલક મોહંમદ સલમાન ઉર્ફે અમન મોહમદ હનીફ ઝવેરી પાસેથી જુદા જુદા ૬ પ્રકારના મેફ્રેડ્રોન ડ્રગ્સ મળી આવેલ.

બ્લુ કલરની મારૂતીમાંથી વિનય ઉર્ફે બંન્ટી પટેલની કારમાંથી પીઆઇ ઝેડ. એન. ૅઘાશુરા તથા પીએસઆઇ ટી.એ.ગઢવી દ્વારા મેફ્રેડ્રોન ડ્રગ્સ કબ્જે કરવામાં આવેલ. પીએસઆઇ સીઆર દેસાઇની બાતમી આધારે પીઆઇ આર.એમ.વસૈયા ટીમ દ્વારા એક ટ્રકમાંથી પ૬લાખથી વધુ કિંમતનો ગાંજો પકડવામાંઆવ્યો છે. આ ગાંજો ઓરીસ્સાથી સુરત લવાતો હતો.

દરોડાના દોરી દરમિયાન અમરેલીના લાઠી પંથકના મૂળ વતની સંકેત અસલાલીયા નામનો યુવાન પણ ડ્રગ્સ સાથે ઝડપાયાનું સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જણાવાયું છે.

દરમિયાન સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા સુરતમાંથી ડ્રગ્સને તડીપાર કરવા માટે વિવિધ કોલેજોના અધ્યાપકો, સામાજીક સંસ્થાઓ તથા વડીલોનો સાથ-સહકાર મેળવવા પ્રયત્ન ચાલી રહયા છે.

(12:17 pm IST)
  • પાકિસ્તાનના ઇસ્લામાબાદથી પશ્ચિમમાં 4૦ કિલોમીટરે આજે સાવરે 5.46 વાગ્યે (IST) 4.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો અને અફઘાનિસ્તાનના કાબુલથી ઉત્તર પૂર્વમાં 237 કી.મી. ના અંતરે 4.3 ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો : રાષ્ટ્રીય સિસ્મોલોજી કેન્દ્ર access_time 8:39 am IST

  • 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચારઃ ધો-12ની પૂરક પરીક્ષાને લઇ CBSEનું કોર્ટમાં નિવેદન, પરિણામ 10 ઓક્ટોબર સુધીમાં આવશે, 31 ઓક્ટોબર સુધી કોલેજમાં એડમિશન લઇ શકાશે access_time 4:26 pm IST

  • શેરબજારઃ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1147 પોઇન્ટનો ઘટાડો અને નિફ્ટી 337 પોઇન્ટ તુટી, વૈશ્વિક બજારોમાં નરમાઇની ભારતીય બજારમાં અસર, નિફ્ટી 17 જુલાઇ બાદ 10,800ની નીચે જોવા મળી access_time 4:28 pm IST