Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

વડોદરામાં IPL ની મેચ પર સટ્ટો રમતા ત્રણ નબીરાઓ ઝડપાયા : મુદામાલ જપ્ત

મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા હતા

વડોદરામાં IPL ની મેચ પર સટ્ટો રમતા અમુક નબીરાઓ પોલીસનાં હથ્થે ચઢ્યા છે.બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઇ રહી હતી, જે દરમિયાન વડોદરાનાં તાંદલજાનાં મહાબલીપુરમ ખાતે અમુક નબીરાઓ સટ્ટો રમી રહ્યા હતા. જ્યા પોલીસે અચાનક દરોડો પાડી સટ્ટોડિયાઓને ચોંકાવી દીધા હતા. અહી ત્રણ શખ્સ ઓનલાઇન સટ્ટો રમતા પોલીસનાં હથ્થે ચઢી ગયા હતા, પોલીસે તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળતી વિગત મુજબ સટ્ટોડિયાઓ પાસેથી અંદાજે 37 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

(11:39 am IST)