Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

'વિકી ડોનર' એકટર ભૂપેશ પંડ્યાનું કેન્સરથી નિધન

કેન્સર સામે લડી રહેલા ભૂપેશની સારવાર અમદાવાદની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી

અમદાવાદ,તા.૨૪: નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થી રહી ચૂકેલા એકટર ભૂપેશ કુમાર પંડ્યાનું કેન્સરથી નિધન થઈ ગયું છે. કેન્સર સામે લડી રહેલા ભૂપેશની સારવાર અમદાવાદની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેમની સારવારના ખર્ચ માટે એક ઓનલાઈન કેમ્પેઈન પણ શરુ કરવામાં આવ્યું હતું. ભૂપેશના નિધન પર મનોજ બાજપેયીએ શોક વ્યકત કર્યો છે.

વિકી ડોનર અને હજારો ખ્વાહિશે જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ભૂપેશના નિધનની જાણકારી એનએસડીએ ટ્વિટર પર આપતા લખ્યું કે, ભૂપેશ પંડ્યાના નિધનના સમચાર ખૂબજ દુખદ છે. એનએસડી પરિવાર ભાવભીની શ્રદ્ઘાંજલિ અર્પણ કરે છે. ભગવાન તેમના દિવંગત આત્માને શાંતિ આપે.

(11:38 am IST)