Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ઘનશ્યામ ગઢનો ભેજાબાજ મનીયો ૯૯.૪૦ લાખની જૂની ચલણી નોટો સાથે ઝબ્બે

ગાંધીનગરમાં સેકટર -૨૮થી અમદાવાદ ATS ટીમે ઝડપી પાડ્યો : વિપ્રશાશ મનિષ સંઘાણી મૂળ હળવદ પંથકનોઃ સરકારી નોકરી અપાવાનું કહી અનેકને છેતર્યા : રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જુની નોટો કબ્જે : મોરબી, રાજકોટ, પાલનપુર, રાઘનપુર અને કચ્છમાં મોટુ નેટવર્ક ધરાવે છે : અગાઉ મોરબીમાં રહેતો : તપાસનો ધમધમાટ

અમદાવાદ,તા. ૨૪: અમદાવાદ ATS ટિમ દ્વારા મૂળ હળવદના ઘનશ્યામગઢ ગામનો વતની હાલ મોરબી અને ગાંધીનગર રહેતા મનીષ સંઘાણીની ગાંધીનગર સેકટર ૨૮ નજીક આવેલા ગાર્ડનમાંથી જૂની ચલણી ૫૦૦ અને ૧૦૦૦ ની એમ કુલ મળી ૯૯.૪૦ લાખની નોટો સાથે ધરપકડ કરી છે આરોપી મનીષ સંઘાણી મોરબી રાજકોટ કચ્છ પાલનપુર માં મોટું નેટવર્ક પણ ધરાવે છે ત્યારે અમદાવાદ ATSના ચીફ હિમાંશુ શુકલાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે પકડાયેલા આરોપી મનીષ સંઘાણી મોરબીમાં પણ ભૂતકાળમાં સરકારી નોકરી આપવાવાનું કહી અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરી ચુકયો હોવાની ચર્ચાઓએ લોકોમાં જોર પકડ્યું હતું પરન્તુ લોકોએ પોતે પણ સંકજામાં આવતા હોવાના ડરથી જે તે સમયે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું ત્યારે આરોપી મનીષ સંઘાણી દ્વારા રાધનપુર ગેંગ સાથે સંપર્કમાં હોવાની ચર્ચા મોરબીમાં જોરશોરથી ઉઠી હતી આરોપી મનીષ ઉર્ફે મનિયો સંઘાણી મોરબી રહેતો અને બાદમાં તે ગાંધીનગર મોટી વગ ધરાવે છે તેવું કહી લોકોને પ્રભાવિત કરી મોડ્સ ઓપરેન્ડરીથી ઠગાઈ કરતો હતો આરોપી મનીષ પ્રથમ હળવદ અને ત્યાં દેવું થઈ જતાં બાદમાં મોરબી ન્યુ ચંદ્રેશ નગરમાં રહેવા આવ્યો હતો બાદમાં તે પોતાના રહેણાક બદલતો રહેતો હતો તેને લોકોને સસ્તું સોના સહિતના પ્રલોભનો આપી અનેક લોકોને ભૂતકાળમાં છેતર્યા પણ છે મનીષ લોકો પોતે પણ ફસાઈ જાય એ રીતે ચિટીંગ આચરતો જેથી આજદિન સુધી તેની વિરુદ્ઘ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ત્યારે મનીષ સંઘાણી ઉર્ફે મનિયા દ્વારા મોરબીમાં વર્ષ ૨૦૧૨માં ડુપ્લીકેટ નોટો પણ વટાવ્યા હોવાનું સામે આવ્યું હતું જો કે એ સમયે ઘી ના ઠામ માં ઘી પડી જતા મામલો રફેડફે થયો હતો જો કે હવે મનીષ સંઘાણી ઉર્ફે મનીયો અમદાવાદ ATS ના સંકજામાં વધુ એક ગુનો આચરે તે પહેલાં જ પકડાઈ ચૂકયો છે ત્યારે આગામી સમયમાં ATS તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તો નવાઈની વાત નથી.

મનીષ ઉર્ફે મનિયો સંઘાણી અનેક ગુનાઓ આચરવામાં ભેજાબાજ છે તેણે અનેક સીધા માણસોને છેતર્યા છે ત્યારે મનીષ ઉર્ફે મનિયો વિપ્ર પરિવારમાંથી આવે છે તેના પિતા નિવૃત તલાટી મંત્રી છે અને સમાજમાં સારી છબી ધરાવે છે પરંતુ મનીષ ઉર્ફે મનીયાની જુગાર રમવાની તેમજ અન્ય શરમજનક પ્રવૃત્ત્િ।ઓના લીધે દેવું થઈ ગયું હતું જો કે પિતાએ દેવું ભરી તેને મોકો પણ આપ્યો હતો પરંતુ પાછા મનીષ સંઘાણીએ ઊંધા ધંધા શરૂ કરી દીધા હતાં અને આ કારણે તેને ઘનશ્યામગઢ સ્થિત ગામેથી જાકારો મળ્યો હતો બાદમાં તેણે હળવદ અને એ બાદ મોરબીમાં જુદી જુદી જગ્યાએ ભાડેથી રહી પોતાના રૂપિયા કમાવવાના શોર્ટ કટ ચાલુ રાખ્યા હતા ત્યારે આજે મનીષ સંઘાણીને ATS દ્વારા પકડી પાડવામાં આવતા મનીષ સંઘાણીની સત્ય હકીકત બહાર આવી છે હાલ ATS દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:32 am IST)
  • મુંબઈમાં બેફામ વરસાદ વરસ્યા પછી મોડી રાત્રે વરસાદ હવે લગભગ જગ્યાએ રહી ગયો છે. છુટાછવાયા ઝાપટા પડી જાય છે. સવાર સુધી ઝાપટા પડવાનું ચાલુ રહેશે. સવારથી એ પણ ઓછું થઈ જશે. સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ઉપર પણ વાદળા તદ્દન ઓછા થઈ ગયેલા નજરે પડે છે. કાલથી વાતાવરણ ચોખ્ખું થવા લાગશે. access_time 12:21 am IST

  • ઉત્તર પ્રદેશની યોગી સરકારનું ક્રાંતિકારી પગલું : મહિલાઓ ઉપર બળાત્કાર કરનારના ફોટા શહેરોના મુખ્ય રસ્તાઓ ઉપર મુકાશે : તેઓને મદદ કરનારના પણ નામ જાહેર કરાશે : મહિલા પોલીસ અધિકારી લુખ્ખાઓને સબક શીખવી દેશે access_time 1:52 pm IST

  • પાકિસ્તાનના ઇસ્લામાબાદથી પશ્ચિમમાં 4૦ કિલોમીટરે આજે સાવરે 5.46 વાગ્યે (IST) 4.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો અને અફઘાનિસ્તાનના કાબુલથી ઉત્તર પૂર્વમાં 237 કી.મી. ના અંતરે 4.3 ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો : રાષ્ટ્રીય સિસ્મોલોજી કેન્દ્ર access_time 8:39 am IST