Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ગુજરાત સરકાર અને વેલસ્પન ગ્રૂપ સાથે કચ્છમાં રૂ. ૧૨૫૦ કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપના MOU થયા

નવા ઉદ્યોગિક નીતિ હેથળ મુખ્યમંત્રીની ઉપસ્થિતીમા MOUની કાર્યવાહી પૂર્ણ કરાઇ

ગાંધીનગર : રજ્ય સરકારે તાજેતરમા કચ્છમા ૧૨૫૦ના ખર્ચે કરોડના નવીન પ્લાન્ટ સ્થપવા માટેના MOU સાઇન કર્યા છે.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને વેલસ્પન ગ્રૂપ વચ્ચે આ ગ્રૂપ દ્વારા કચ્છમાં રૂ. ૧૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા સ્ટીલ પ્લાન્ટ અને આર્યન પાઇપ પ્રોજેક્ટ્સ અંગેના MOU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.

મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવશ્રી અને ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ તેમજ વેલસ્પન ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિપુલ માથૂરે આ MOU પર હસ્તાક્ષર કર્યા હતા.વેલસ્પન ગ્રૂપના ચેરમેન શ્રી ગોયેન્કા આ MOU સાઇનીંગ વેળાએ જોડાયા હતા.વેલસ્પન ગ્રૂપના આ પ્રોજેક્ટમાં કચ્છ વિસ્તારના અંદાજે ૨૦૦૦ જેટલા યુવાઓને રોજગારી મળતી થશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના દૃષ્ટિવંત નેતૃત્તવમાં તાજેતરમાં રાજ્ય સરકારે જાહેર કરી નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અન્વયે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ડ્સ્ટ્રીયલ કલસ્ટર ડેવલપમેન્ટ અન્વયે આ પ્રોજેક્ટ વેલસ્પન ગ્રૂપ દ્વારા શરૂ કરીને આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડશે.

અત્રેએ નિર્દેશ કરવી જરૂરી છે કે વેલસ્પન ગ્રૂપ કચ્છમાં ભૂકંપ પછીના પૂર્નનિર્માણ અન્વયે પોતાના વિવિધ પ્રોજેક્ટ કાર્યરત કરીને સ્થાનિક યુવાઓને વ્યાપક રોજગાર અવસરો આપેલા છે.29 ઓગસ્ટ, 2020ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં નવી ગુજરાત ઔદ્યોગિક નીતિ-2020 અંગે ઉદ્યોગો માટે યોજાયેલા વિશેષ ચર્ચા સત્ર દરમિયાન વેલસ્પન ગ્રૂપે તેમનો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી.

(8:42 am IST)
  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 84,269 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 57,27,750 થઇ: હાલમાં 9,68,690 એક્ટિવ કેસ : વધુ 82,686 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 46,67,078 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1113 લોકોના મોત સાથે મૃત્યુઆંક 91,163 થયો access_time 1:03 am IST

  • હૈદ્રાબાદની ટીમમાં જેશન હોલ્ડરનો સમાવેશ :સનરાઈઝ હૈદ્રાબાદનો ઓલરાઉન્ડર મિચેલ :માર્શને પગની ઘૂંટીની ઈજા થતા આઈપીએલમાંથી આઉટ : તેના સ્થાને વિન્ડીઝના ઓલરાઉન્ડર જેશન હોલ્ડરનો ટીમમાં સમાવેશ access_time 2:53 pm IST

  • પાકિસ્તાનના ઇસ્લામાબાદથી પશ્ચિમમાં 4૦ કિલોમીટરે આજે સાવરે 5.46 વાગ્યે (IST) 4.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો અને અફઘાનિસ્તાનના કાબુલથી ઉત્તર પૂર્વમાં 237 કી.મી. ના અંતરે 4.3 ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો : રાષ્ટ્રીય સિસ્મોલોજી કેન્દ્ર access_time 8:39 am IST