Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

દેશના સૌથી લાંબા અને 8 ફૂટ 1 ઇંચ ઉંચાઈ ધરાવતા ધર્મેન્દ્રની અમદાવાદમાં સફળ સર્જરી

એસજી હાઇવે પરની ખનગી હોસ્પિટલમાં હિપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન સફળ

 

અમદાવાદ : દેશના સૌથી લાંબા વ્યક્તિ તરીકેનું બિરુદ મેળવનારા ધર્મેન્દ્ર પ્રતાપસિંહને હવે ચાલવા કે બેસવામાં કોઈ તકલીફ નહીં પડે કારણ કે વ્યક્તિનું હિપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન સફળ થયું છે. એસજી હાઇવે પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર્સ દ્વારા ધર્મેન્દ્રના બંને પગની હિપ રિપ્લેસમેન્ટની સફળ સર્જરી કરવામાં આવી હતી.

    ઉત્તરપ્રદેશના પ્રતાગગઢના રહેવાસી ધર્મેન્દ્રને તેમની ઊંચાઈ તેમના માટે મુશ્કેલી સર્જી હતી ધર્મેન્દ્રની ઉંચાઈ આઠ ફૂટ અને એક ઈંચ છે. ઉંચાઈ વર્લ્ડ રેકોર્ડ માટે માત્ર બે ઈંચ ઓછી છે. ઉંચાઈના કારણે ધર્મેન્દ્રને ચાલવામાં અને બેસવામાં ભારે તકલીફ પડતી હતી.

(1:07 am IST)