Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

વ્યારામાં વૃદ્ધને બંધક બનાવી 10 લાખની લૂંટ: સીસીટીવીના આધારે પોલીસ તપાસ

87 વર્ષીય વૃદ્ધને માથામાં બોથડ પ્રદાર્થ મારીને દોરીથી બાંધીને અજાણ્યા શખ્શો લૂંટ ચલાવી ફરાર

તાપી: વ્યારામાં 87 વર્ષના વૃધ્ધને બંધક બનાવી 10 લાખની લૂંટ કરવામાં આવી છે. વૃદ્ધને માથામાં બોથડ પદાર્થનો માર મારી લૂંટ ચલાવી હતી.

અંગે મળતી વિગત જુજબ વ્યારાના કાનપુરા વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા વૃધ્ધના ઘરે લૂંટ થઈ છે. દિવસે 20 થી 30 વર્ષના અજાણ્યા શખ્સોએ લૂંટ કરી છે. તાપી એલસીબી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આસપાસના સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વ્યારામાં રહેતા વૃદ્ધ જ્યારે ઘરમાં એકલા હતા ત્યારે 3 અજાણ્યા શખ્સોએ તેમને બંધક બનાવી માથામાં બોથડ પદાર્થ વડે માર મારી દોરીથી બાંધી લૂંટ ચલાવી હતી. કબાટમાં રહેલા રૂપિયા 10 લાખની લૂંટ ચલાવી હતી.

(12:50 am IST)