Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

27મીએ બરોડા ક્રિકેટ એસો,ની ચૂંટણી: આક્ષેપો- પ્રતિઆક્ષેપોનો દોર વચ્ચે થશે ખરાખરીનો જંગ

વાર્ષિક 100 કરોડની આવક ધરાવતી બીસીએની સત્તા હાંસલ કરવા એડીચોટીનું જોર

 

વડોદરા : બરોડા ક્રિકેટ એસોસીયેશનની 27 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં રોયલ અને રિવાઈવલ ગ્રુપ વચ્ચે ખરાખરીનો જંગ છે. ચૂંટણી માટે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થયા બાદ ગઈકાલે રોયલ ગ્રુપે પ્રેસ કોન્ફરન્સ કરી રિવાઈવલ ગ્રુપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે આજે  રિવાઈવલ ગ્રુપે પ્રેસ કોન્ફરન્સ કરી રોયલ ગ્રુપના આરોપોના જવાબ આપ્યા છે. સાથે મતદારોની વચ્ચે પોતાનો ચૂંટણી એજન્ડા મુકયો છે.

   રિવાઈવલ ગ્રુપ બીસીએ પર વર્ષોથી એક હથ્થુ શાસન કરી રહ્યું છે. ત્યારે ફરી વખત 100 કરોડનો વાર્ષિક આવક ધરાવતી બીસીએની સત્તા હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. એલેમ્બિક ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં રિવાઈવલ ગ્રુપના તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાં પ્રમુખ પદના ઉમેદવાર પ્રણવ અમીન પણ હાજર રહ્યા હતા.  

રિવાઈવલ ગ્રુપ ઉધોગપતિ ચિરાયુ અમીનનું ગ્રુપ છે. અને પ્રણવ અમીન તેમના પુત્ર છે. પ્રણવ અમીને કહ્યું કે, તેમના ગ્રુપની પ્રાયોરિટી રહેશે કે તે સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમ 2023 સુધી બનાવી દેશે, બીસીએનો વહીવટ સારી રીતે ચલાવાશે. આઈપીએલની જેમ બરોડા પ્રિમિયર લીગની શરૂઆત કરાવાશે અને પૂર્વ ક્રિકેટરોના વિકાસ માટે કામ કરીશુ. પ્રણવ અમીને તેમના ગ્રુપ પર થયેલા આક્ષેપોનો પણ જવાબ આપ્યો અને કહ્યું કે તેમના ગ્રુપ પર અને તેમના પર થયેલા આક્ષેપો ખોટા છે.

(12:15 am IST)