Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

બાવળાના બગોદરમાં બે જૂથ વચ્ચે ધીંગાણું : એકનું મોત : સાતથી વધુ ઘાયલ : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ઘાસની સાથે જારનો પાક વાઢી લેવા બાબતે ખેડૂતે ઠપકો આપતા બોલાચાલી બાદ મામલો બિચકયો

અમદાવાદ જીલ્લાના ધોળકા ડીવીઝનમાં ઝગડા, મારામારી, મર્ડરના બનાવો વધી રહ્યા છે. તેવામાં બાવળામાં બગોદરા ગામે બે જૂથ વચ્ચે ધીંગાણુ થયું હતું. જેમાં એકનું મોત થયું છે અને સાતથી વધુ લોકોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે

 આ અંગે મળતી વિગત મુજબ  બનુભાઈ મકવાણાના ખેતરમાં ઘાસ કાપવાની સાથે સાથે જારનો પાક પણ વાઢી લેતાં હોવાનું ધ્યાને આવતાં ખેડૂતે ઠપકો આપ્યો.ત્યારે સામાન્ય બોલાચાલી થઈ મામલો થાળે પડ્યો હતો. પરંતુ બપોર બાદ આ નાની બોલાચાલી ઉગ્ર બનતાં મામલો બિચક્યો હતો. જેમાં બુનભાઈ મકવાણાના ભાણેજનું મોત નીપજ્યું હતું. મામલો વધુ ન વણસે તે માટે ઘટના સ્થળે પોલીસ કાફલો ખડકી દેવાયો. અને તપાસ હાથ ધરી.

(10:32 pm IST)