Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ભરૂચ પાલિકાની દબાણ હટાવ કામગીરી સામે સ્થાનિકોમાં રોષ : ઉગ્ર બોલાચાલી -ગાળાગાળી

લારી ગલ્લાવાળાઓ સામે કાર્યવાહીથી તું તું મેમેના દ્રશ્યો સર્જાયા : પાર્કિંગમાં ટેબલ ખડકી દબાણકર્તા સામે કાર્યવાહી ક્યારે ?

ભરુચ નગરપાલિકા દ્વારા ધોળીકૂઈ ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે પથારા અને લારી-ગલ્લાવાળાના રસ્તા પરના દબાણ હટાવાની કામગીરી સામે સ્થાનિકો તેમજ પથારા લારી-ગલ્લાવાળાઓમાં ભારે રોષ ફેલાયો છે અને ‘તુંતું’ મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા.

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓને સ્થાનિકો વચ્ચેની ઉગ્ર બોલાચાલી, ગાળાગાળીના પગલે પોલીસ ફરિયાદ પણ થાય તેવી સંભાવના છે.
  લોકોમાં ચર્ચા મુજબ આ લારી-ગલ્લાવાળાના દબાણો દૂર કરાય છે જયારે બીજી તરફ નગરપાલિકા 5:00 વાગ્યા પછી કામગીરી પૂર્ણ કરે છે ત્યારે શોપિંગ સેન્ટરોના પાર્કિંગમાં ગેરકાયદેસર ટેબલો ગોઠવી પાર્કિંગની જગ્યામાં જ ગ્રાહકોને ચા-પાણી નાસ્તો પીરસી દબાણ જમાવતા દુકાનદારો પર ક્યારે કાર્યવાહી કરશે ?  સાથોસાથ પાર્કિંગની જગ્યામાં ટેબલ ખુરશીઓ ખડકી દેવતા લોકો રસ્તા પર પાર્કિંગ કરે છે જેના પરિણામે શહેરમાં સાંજે ટ્રાફિકની સમસ્યા રહે છે. તો આ લારી ગલ્લાવાળા સાથો-સાથ આ દબાણ પર નગરપાલિકાએ ના દૂર કરવું જોઈએ ? ટ્રાફિક પોલીસે પણ કેસના દાખલ કરવો જોઈએ ? જેવી ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે.

(8:05 pm IST)