Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

અમદાવાદમાં અનાજના વેપારીને ત્યાં ગેરકાયદે દરોડો પાડનાર પીએસઆઇ સહીત ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

ડાયરીમાં એન્ટ્રી કર્યા વગર અને સર્ચ વૉરંટ વગર દરોડા કરવા ગયેલા : તોડ કરવા પ્રયાસ કર્યાની ચર્ચા

અમદાવાદમાં અનાજના વેપારીને ત્યાં ગેરકાયદે દરોડો કરવા ગયેલા પીએસઆઇ સહીત ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા છે અમદાવાદ સ્પેશિયલ ઑપરેશન ગ્રુપના હર્ષદ પટેલે અનાજના વેપારીને ત્યાં ગેરદાયદેસર દરોડા કરનાર પી.એસ.આઈ સહિત ત્રણને સસ્પેન્ડ કર્યા છે

 શહેર પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ ક્રાઇમ વિભાગમાં ફરજ બજાવતાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર  અને બે કૉન્સ્ટેબલને SOG ડી.સી.પી હર્ષદ પટેલે ગેરકાયદેસર દરોડા પાડવાના મામલે સસ્પેન્ડ કર્યા છે. આ ત્રણ પોલોસકર્મીઓ રખિયાલમાં એક અનાજના વેપારીના ત્યાં નારકોટિક્સની બાતમીના આધારે દરોડા કરવા ગયા હતા. સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કર્યા વગર અને સર્ચ વૉરંટ વગર દરોડા કરવા ગયા હોવાથી તમામને સસ્પેન્ડ કરાયા હોવાનું અધિકારીઓનું કહેવું છે જોકે, આ ત્રણે લોકોએ તોડ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા પણ ચાલી છે.

  SOG ફરજ બજાવતાં પી.એસ.આઈ બી.ડી.ભટ્ટ અને તેમના બે કૉન્સ્ટેબલ ભરતભાઇ અને યોગેશભાઈ તારીખ 19મી સપ્ટેમ્બર ના રોજ રખિયાલમાં એક સરકારી અનાજની દુકાનમાં ગયા હતા, દરોડાના નામે તેમણે દુકાનમાં અનાજ ક્યાંથી લાવ્યાતે બાબતે પૂછતાં વેપારીએ બિલો રજૂ કર્યા હતા.

  નિયમ મુજબ એસ.ઓ.જીએ નારકોટિક્સને લગતી કામગીરી કરવાની હોય છે અને દરોડ કરતા પહેલાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરવી અને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવાની હોય છે. આ નિયમો નહીં પાળી ભટ્ટે ગેરકાયદે દરોડા કર્યા હોવાથી તેમને બે કૉસ્ટેબલ સાથે સસ્પેન્ડ કર્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

  સૂત્રોનું મુજબ એક ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીને આ બાબતની જાણ થઈ હતી આ મામલે એવી ચર્ચા છે કે આઈ.પી.એસ અધિકારના ફરજ ક્ષેત્રમાં એસ.ઓ.જીએ દરોડા કર્યા હોવાથી પી.એઅ.આઈ પર તોડ કર્યાનો આક્ષેપ થયો કે પછી ખરેખર પોલીસકર્મીએ તોડ કર્યો હતો તે સ્પષ્ટ કારણ ઉપસી આવ્યું નથી. જોકે, આ મામલાએ પોલીસ બેડામાં ચર્ચા જગાવી છે.

(8:02 pm IST)