Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

વલસાડ પાલિકાએ બે દિવસમાં 400થી વધુ કિલો પ્લાસ્ટિક કર્યું જપ્ત : 50 હજારથી વધુનો દંડ વસુલ્યો

પ્રતબંધિત પ્લાસ્ટીકના ગ્લાસ,પ્લાસ્ટીકની થેલી અને થાળી સહિત ચમચીઓ ઝડપી

વલસાડ : શહેરમાં પ્રતિબંધિત પલાસ્ટીક સામે નગરપાલિકા તંત્રએ તવાઈ બોલાવી છે નગર પાલિકાએ બે દિવસમાં 400 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટીકની વસ્તુઓ ઝડપી હતી. પાલિકાએ વેપારીઓને 50 હજારથી વધુનો દંડ પણ ફટકાર્યો હતો

  પાલિકા તંત્રએ  પાંચ ટીમો બનાવીને શહેરના બનાદર રોડ, તાઇવાડ, છીપવાડ, શાકભાજી માર્કેટ, તિથલ રોડ, હાલર સ્ટેડિયમ સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રતબંધિત પ્લાસ્ટીકના ગ્લાસ,પ્લાસ્ટીકની થેલી અને થાળી સહિત ચમચીઓ ઝડપી પાડી હતી.

(6:54 pm IST)