Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

નડિયાદ તાલુકાના નવા બિલોદરામાં આંતરજ્ઞાતિમાં પ્રેમલગ્ન કરનાર યુવતી પર નારાઝ માતાપિતાનો હોસ્પિટલમાં હુમલો થતા ચકચાર

નડિયાદ: તાલુકાના નવા બિલોદરા ખાતે રહેતા ઇશ્વરભાઇ પરમારના પુત્ર કમલે થોડા સમય પહેલા મહુવા ગામે રહેતી બંસી મહેતા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંસીએ આંતરજ્ઞાતિમાં પ્રેમલગ્ન કર્યા હોવાથી તેના માતા-પિતા તેનાથી નારાજ હતા. ગત તા.૧૯ સપ્ટેમ્બરના રોજ બંસીને તાવ અને મગજમાં દુ:ખાવો થતા તેને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બંસીની બીમારી અંગે તેના માતા-પિતાને જાણ થતા મહુવાથી તેમના પરિવારજનો સાથે તેઓ ત્યાં આવી પંહોચ્યા હતા. જ્યા આવ્યા બાદ બંસીની માતા સુમિત્રાબેનેતે હલકી જ્ઞાતીમાં કેમ લગ્ન કર્યા?’ તેમ કહી તેના પર હુમલો કરી દીધો હતો. અને દુપટ્ટાથી બંસીનું ગળુ દબાવવાનો પ્રયાસ કયો ર્હતો. સુમિત્રાબેને બંસીનું ગળુ દબાવતા બંસીના સાસુ કમળાબેન તેને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા, તે સમયે બંસીની માતાએ તેમને પણ ધક્કો મારી ગડદાપાટુનો માર મારી જ્ઞાતિ વિષયક ગાળો આપી હતી. જેથી ગભરાઇ ગયેલા કમળાબેને આસપાસના લોકોને મદદ માટે બૂમો પાડતા આસપાસના લોકો અને સિવિલ હોસ્પિટલમાં હાજર પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. અને બંસીના પીયરીયાઓને ત્યાથી દૂર કર્યા હતા.

(5:15 pm IST)