Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સુરત જિલ્લાના અલથાણામાં ભેજાબાજે કાર ભાડે લઇ આણંદમાં ફાયનાન્સરને ત્યાં મોર્ગેજ મૂકી દેતા ચકચાર: ભેજાબાજની પોલીસે રંગે હાથે ધરપકડ કરી

સુરત: જિલ્લાના અલથાણના યોર કારમાંથી મહિનાના ૮૦ હજારના ભાડે વાસદના ભેજાબાજે સ્વીફટ કાર લીધા બાદ આણંદમાં ફાયનાન્સરને ત્યાં કાર મોર્ગજ મૂકી દઈ કાર પરત જોઇતી હોય તો ફાયનાન્સર પાસેથી છોડાવી લો તેવી ધમકી આપનાર ભેજાબાજની ખટોદરા પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતોમાં અલથાણ-ભીમરાડ કેનાલ રોડ પર આવેલા એટલાન્ટા શોપીંગ સેન્ટરમાં યોર કાર નામે સેલ્ફ ડ્રાઇવ કાર ભાડે આપવાનો વરાછામાં રહેતા વિજય લાગડીયા વ્યવસાય કરે છે. તેઓ પાસેથી ગત ર૮ જુલાઇના રોજ આણંદ તાલુકાના વાસદમાં રહેતા ભૂમિલ નયનભાઇ પટેલ મહિનાના ૮૦ હજારના ભાડાથી સ્વીફટ કાર (નં.જીજે-૧૯ એએમ-૩૭પ૯)લઇ ગયા હતા. ભાડા પેટે ભૂમિલ પટેલે રૂ. ૧૦ હજાર વિજયભાઇના મોટાભાઇ અશ્વિન લાગડીયાના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા.

(5:14 pm IST)