Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

પેટલાદના ચાંગા ગામે ચારૂસેટ હોસ્પિટલમાં ઇલેક્ટ્રિક રૂમમાંથી તસ્કરોએ 5.66 લાખની મતાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

પેટલાદ: તાલુકાના ચાંગા ગામે આવેલી ચારૂસેટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલા ઈલેક્ટ્રીક રૂમમાંથી કોઈ તસ્કરો .૬૬ લાખ ઉપરાંતની મત્તાના કોપરની અર્થીંગની પટ્ટીઓની ચોરી કરીને ફરાર થઈ જતાં અંગે મહેળાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શક્યતા જોવાઈ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચાંગા ગામે આવેલી ચારૂસેટ હોસ્પિટલમાં ગત ૨૧મી તારીખ પહેલા કેટલાક તસ્કરોએ ત્રાટકીને ઈલેક્ટ્રીક રૂમમાં આવેલી પાવર સપ્લાયની ઓરડીની દીવાલને અડીને બહારના ભાગે લોખંડની પ્લેટો મુકીને ઈલેક્ટ્રીક સપ્લાય વાયરીંગ નજીકથી પ્લેટ ખોલી અંદર ઉતર્યા હતા. ત્યારબાદ દીવાલના બાકોરામાંથી ઈલેક્ટ્રીક રૂમમાં પ્રવેશ કરીને કોપરની અથીંર્ગની પટ્ટીઓ ૬૦ કિલો વજનની કે જેની કિંમત ,૬૬,૪૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તેની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

(5:13 pm IST)