Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ગાંધીનગરમાં આરટીઓમાં સર્વર ઠપ્પ થઇ જવાના કારણોસર અરજદારોના લાયસન્સ ન નીકળતા રોષે ભરાયા

ગાંધીનગર:આરટીઓમાં સોમવારે સર્વર ડાઉન થવાને કારણે પાકા લાયસન્સ માટેની કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી. ડ્રાઇવીંગ ટ્રેક ઉપર બપોર બાદ ટુ કે ફોર વ્હિલરના વાહનોના ટેસ્ટ લેવાયા હતા તો બીજીબાજુ સર્વર ડાઉન રહેવાને કારણે લર્નીગ લાયસન્સમાં પણ એપોઇન્ટમેન્ટ પ્રમાણે ટાઇમીંગ સચવાતો હતો.ટ્રેક બંધ હોવાને કારણે લાયસન્સ માટે આવેલા અરજદારો રોષે ભરાયા હતા અને આરટીઓમાં હોબાળો પણ મચાવ્યો હતો

મોટર વ્હિકલના નવા નિયમો પ્રમાણે આગામી તા.૧૬ ઓકટોબરથી વાહનચાલકોને દંડવાનું શરૂ કરવામાં આવનાર છે. તે પુર્વે એક માસનો સમય વાહનચાલકોને લાયસન્સ, નંબર પ્લેટ, પીયુસી, વિમો સહિતની અન્ય આનુસંગિક દસ્તાવેજ અને કાગળીયા માટે આપવામાં આવ્યો છે

(5:11 pm IST)