Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં મહિલાના ગળામાંથી અછોડો તોડનાર બાઈક સવાર લૂંટારૂઓને મહિલાએ લાત મારી: છુમંતર લૂંટારુઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરમાં એક્ટિવા પર જતી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તોડનાર બાઈક સવાર લૂંટારાઓનો  મહિલાએ સામનો કરી બાઈકને લાત મારતા ગભરાયેલા લૂંટારાઓ ભાગી ગયા હતા.

અંગેની વિગત એવી છે કે ખોડીનાર નગર ચાર રસ્તા પાસે વ્રજધામ સોસાયટીમાં રહેતા ગાયત્રીબેન પવાર ઘરકામ કરે છે. આજે સવારે વાગ્યે ઘરેથી એકટીવા લઈને તેઓ સત્યમ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા ગાર્ડનમાં વોકીંગ કરવા માટે જતાં હતા. મુખીનગર ત્રણ રસ્તા પાસે પાછળની બાઈક પર આવેલા લૂંટારાઓ પૈકી પાછળ બેસેલા લૂંટારૃએ મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાએ ચેઈન પકડી રાખી હતી. અને લૂંટારાઓની બાઈકને લાત મારતાં લૂંટારાઓ ગભરાઈને ચેઈન તોડયા વિના ભાગી છૂટયા હતા. બનાવ અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:05 pm IST)