Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

યુવાનો, મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી વધુ મજબુત બનાવો : સંજયપ્રસાદ- એસ. મુરલીકિષ્ના

આણંદમાં રાજ્યમંત્રી ચુંટણી પંચના સ્પાપના દિનની ઉજવણી નિમિતે પરિસંવાદ

વિદ્યાનગર(આણંદ) ખાતે ગઇ કાલે ગુજરાત રાજ્ય ચુંટણી પંચના સ્થાપના દિન નિમિતે યોજાયેલ પરિસંવાદમાં મંચ પર રાજ્ય ચુંટણી કમિશનર શ્રી સંજયપ્રસાદ, સચિવ શ્રી મહેશ જોષી, ગુજરાતના મુખ્ય ચુંટણી અધિકારી શ્રી એસ. મુરલી ક્રિષ્ના વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ,તા.૨૪:જિલ્લામાં ગુજરાત ચૂંટણી પંચના સ્થાપના દિવસની ઉજવણી યુવા મતદાર જાગૃતિ સેમિનાર દ્વારા રાજય ચૂંટણી કમિશનરશ્રી સંજયપ્રસાદની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. સરદાર પટેલ યુનિવર્સિટી, કૃષિયુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્ર, આણંદના સંયુકત ઉપક્રમે એમ.પી.પટેલ ઓડીટોરીયમ, વિદ્યાનગર ખાતે યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું.

આ પ્રસંગે રાજય ચૂંટણી કમિશનર શ્રી સંજયપ્રસાદે કહ્યુ હતુ કે ભારત દેશ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ યુવાનો એટલે કે ડેમોગ્રાફીક ડિવીડન્ટ દ્યરાવતો દેશ છે આપણી જોડે આ અમૂલ્ય યુવાધન છે જે આપણી લોકશાહીને સશ્કત બનાવે છે. આ યુવાનોએ અખંડ ભારત નિર્માણ માટે આગળ વધવુ જોઇએ અને બંધારણ દ્વારા મળેલા મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ.

રાજયના મુખ્ય નિર્વાચન અધીકારીશ્રી ડો. એસ. મુરલી ક્રિષ્નાએ ઇલેકટર્સ વેરીફીકેશન પોગ્રામ અંગે વિસ્તૃત માહિતી આપતા કહ્યુ હતુ કે આ વર્ષે યોજાયેલી ચૂંટણીમાં ૧૮ વર્ષના થઇ ગયેલા યુવાનોમાં ફકત ૪૦ ટકા યુવાનોએ જ નામાંકન કરાવ્યુ હતુ જેથી આટલા જ યુવાનો તેમાં ભાગ લઇ શકયા હતા માટે આ સંખ્યામાં વધારો થાય અને બાકીના ૬૦ ટકા યુવાનો પણ મતદાર યાદીમાં

નામાંકન કરાવીને આવનારી ચૂંટણીમાં પોતાના મતદાનનો ઉપયોગ કરી શકે અને લોકશાહીને મજબૂત બનાવવામાં સહભાગી બની શકે.

રાજય ચૂંટણી આયોગના સચિવશ્રી મહેશ જોશીએ આ યુવા મતદાન જાગૃતિ સેમિનારને સંલગ્ન સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં મહિલાઓનું યોગદાન તેમજ તેનું મહત્વ તેમજ પંચાયતી રાજ સંસ્થાઓમાં મતદાનની મહત્ત્।ા વિશેની પ્રસંગોચિત ડોકયુમેન્ટરી દ્વારા સમજ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સમાજશાસ્ત્રના નિષ્ણાંત ઉપસ્થિત ડો. ગૌરાંગ જાનિએ જણાવ્યુ હતુ કે ગુજરાત રાજયના ગ્રામસ્વરાજ તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓ માટે ૫૦ ટકા અનામત જગ્યાઓ રાખવામાં આવી છે જે મહિલાઓને સશકત કરવા માટેની એક પહેલ છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રો. રીઝવાન કાદરીએ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું એતિહાસિક મહત્વ સમજાવતા કહ્યુ કે લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ તેમજ તેમના મોટાભાઇ વિઠ્ઠલભાઇ પટેલ અનુક્રમે અમદાવાદ તેમજ મુંબઇ મહાનગરપાલિકમાં મેયર પદે રહ્યા હતા તેમજ સરાહનીય કામગીરી કરી હતી જે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓનું મહત્વ સુચવે છે.ગઇ કાલે વિધાનગરખાતે યોજાયેલ યોજાયેલ મતદાર જાગૃતિના રાજયકક્ષાના સેમિનારમાં આણંદજિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દિલીપરાણાએ પ્રારંભે સૌને આવકાર્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન સ્થાનિક ચૂંટણી કાર્યાલય દ્વારા કરાયુ હતુ.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષકુમાર, પ્રાંતઅધિકારીઓ, મામતદારોઓ તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને એસ.પી.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:23 pm IST)