Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ચાર..ચાર બંગડીવાળી ગાડી ' ગીતને લઈ કાઠિયાવાડી કિંગ દ્વારા કિંજલ દવેને નોટિસ

કિંજલ દવેને જો કોર્ટમાંથી કોઈ આદેશ કરવામાં આવશે તો મુશ્કેલી ઉભી થઈ શકે

અમદાવાદ : અમેરિકાના હ્યૂસ્ટનમાં કિંજલ દવેના ગરબા પર ભારતીયોએ ઝૂમીને ગરબા કર્યા છે. પરંતુ નવરાત્રી પહેલા કિંજલ દવેને હવે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ગુજરાતના ગાયિકા કિંજલ દવે સૌથી વધુ જે ચાર..ચાર બંગડીવાળા ગીતથી જાણીતા છે તેને લઈને એક નોટિસ જાહેર થઈ છે.

, ઓસ્ટ્રેલિયામાં રહેલા કાર્તિક પટેલ એટલે કાઠિયાવાડી કિંગે થોડા સમય પહેલા ચાર…ચાર બંગડીવાળા ગીતને લઈ પોતાનો દાવો કર્યો હતો. કાઠિયાવાડી કિંગે કહ્યું હતું કે, આ સોંગ તેનું છે અને કિંજલ દવે દ્વારા કોપી કરવામાં આવ્યું છે. ત્યારે કાઠિયાવાડી કિંગ એટલે કાર્તિક પટેલ ભારત પરત આવી ગયા છે. એક તરફ નવરાત્રીના આડે માત્ર કેટલાક દિવસો બાકી છે અને કિંજલ દવેને જો કોર્ટમાંથી કોઈ આદેશ કરવામાં આવશે તો મુશ્કેલી ઉભી થઈ શકે છે.

(1:24 pm IST)
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે હું ખુશ છું કે અમેરિકામાં પીએમ મોદીને નહેરુના યોગદાનની યાદ અપાવાઈ : જયરામ રમેશે કહ્યું કે તેને એ વાતની ખુશી છે કે વડાપ્રધાન મોદીને જવાહરલાલ નહેરુએ આપેલા યોગદાનની અમેરિકામાં યાદ દેવડાવી access_time 1:09 am IST

  • મધ્યપ્રદેશમાં કોર્ટ પરિસરમાંથી જજ લાપતા : ગૂમ થયાનો મામલો નોંધાયો : સતનામાં અદાલત પરિસરમાંથી 35 વર્ષીય ન્યાયધીશ આર,પી, સિંહ લાપતા થયા access_time 1:06 am IST

  • ગુજરાત ધારાસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પોરબંદરથી અમદાવાદ સુધીની ૪૧૨ કિ.મી.ની તથા અમિત ચાવડા દાંડીથી અમદાવાદ સુધીની ૩૬૮ કિ.મી.ની કુચની આગેવાની લેશે. access_time 8:54 pm IST