Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

CBSE દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર

ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાના તમામ વિષયોના પ્રશ્નપત્રોમાં ઓબ્જેકટીવ પ્રશ્ન પૂછાશે * સેમ્પલ પેપર તૈયાર કરાશે

સુરત, તા. ૨૪ : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) દ્વારા ૨૦૨૦માં ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર લાવી રહી છે. ધો. ૧૦ અને ધો.૧૨ તમામ વિષયોના પ્રશ્નપત્રોમાં ૨૦ ગુણના ઓબ્જેકટીવ પ્રશ્નો રહેશે. નમૂનારૂપ એક સેમ્પલ પ્રશ્નપત્ર તૈયાર કરીને સ્કુલોને જાણ કરવામાં આવશે. સીબીએસઈ શાળામાં નવી પરીક્ષા પદ્ધતિને અનુસરવા તૈયારી કરી રહ્યા છે.

શિક્ષણ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સ્વસ્થ ચિતે પરીક્ષા આપી શકે તે માટે હેલ્પલાઈન શરૂ કરે છે.

પરીક્ષા પદ્ધતિમાં ફેરફારને પગલે તમામ એમસીકયુ પાઠ્યપુસ્તકોમાંથી પૂછવામાં આવશે. તેની વિદ્યાર્થીઓ આ ઓબ્જેકટીવ પ્રશ્નોમાં વધુ ગુણ મેળવી શકે.

સીબીએસઈ બોર્ડની નવી પરીક્ષા પદ્ધતિ અંતર્ગત સેમ્પલ પેપર તૈયાર થયા બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓ તૈયારી કરી શકશે. સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા પહેલા શાળાઓમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રિબોર્ડ પરીક્ષા લેવામાં આવશે. જેમાં નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પ્રશ્નપત્ર આપવામાં આવશે. તેથી બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓની પ્રેકટીસ થઈ જશે.

(1:19 pm IST)