Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

પાલનપુરમાં રસ્તા પ્રશ્ને રજૂઆત કરતા નાગરિકો પર ભાજપ નગરસેવકની દબંગાઈ : જીવલેણ હુમલો કર્યો

નગર સેવક વિપુલ રાવલ અને તેના ભાઈએ મયુર ઠાકરને માર માર્યાનો વિડિઓ વાયરલ

સેવકની તોછડાઈ બનાસકાંઠાના પાલનપુરના નગર સેવક વિપુલ રાવલનો દબંગાઈ કરતો વીડિયો સામે આવ્યો છે. ભાજપના નગર સેવકને સ્થાનિક વોર્ડના નાગરિકોએ રોડ-રસ્તા મામલે રજૂઆત કરી હતી. જેથી તેઓ ઉશ્કેરાયા હતા અને નગર સેવક વિપુલ રાવલ અને તેના ભાઈએ મયુર ઠાકર નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો હતો. નગર સેવક ગડદાપાટુ મારામારી કરતા દેખાય છે. ઘાયલ યુવકે પાલનપુર પૂર્વના પોલીસ મથકે ફરિયાદ નંધાવવા તજવીજ હાથ ધરી છે.

(12:01 pm IST)