Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ડિફોલ્ટર પાસેથી લોનની વસૂલાત માટે મિલકત પર બેન્કનો પ્રથમ હક્ક

કાલુપુર બેન્કના લોન ડિફોલ્ટર મામલે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો : બેંકે ડિફોલ્ટરની મિલકતો ટાંચમાં લીધા બાદ વેટનું લહેણું બાકી કાઢી કાયવાહી કરતાં વિવાદ સર્જાયો

અમદાવાદઃ લોન ડિફોલ્ટર ડિલરની પ્રોપર્ટીના મામલે હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા તથા જસ્ટિસ એ.સી. રાવની ખંડપીઠે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇ કોર્ટની ખંડપીઠે ઠરાવ્યું છે કે. લોન ડિફોલ્ટર ડિલરની પ્રોપર્ટી પર સરફેસી એકટની કલમ ર૬ E હેઠળ લોન આપનારી બેંકનો પ્રથમ હક્ક બને છે. પછી વેટના કાયદા મુજબ રાજય સરકારનો અધિકાર છે. સુપ્રિમ કોર્ટના અનેક ચુકાદા અને કાયદાનું ઝીણવટભયું મૂલ્યાંકન કરતાં હાઇ કોટે કાલુપુર કોમશીયલ કો.ઓ. બેકનો ડિફોલ્ટર મેસર્સ એમ.એમ. ટ્રેડર્સની સંપત્ત્િ। પર પ્રથમ હક્ક હોવાનો ચુકાદો જાહેર કર્યો છે. અગાઉ બેક ઓફ બરોડાના કેસમાં પણ આવો જ ઇસ્યુ ઊભો થયો હતો. જેમાં હાઇકોર્ટે આ જ પ્રકારનો હુકમ કર્યો હતો.

 હાઇકોર્ટની ખંડપીઠે કાયદાની છણાવટ કરતાં નોધ્યું છે કે, વેટના કાયદાની કલમ ૪૮નું અર્થઘટન અત્યંત સ્પષ્ટ અને સરળ છે. જે મુજબ જે કોઈ વ્યકિત કે ડિલરને ટેકસ, પેનલ્ટી કે વ્યાજની ચુકવણી કરવાની હોય તે રકમ આકારણીની પ્રક્રિયા દરમિયાન જે તે ઓથોરીટીએ નિશ્ચિત કરવી પડે. આકારણીની કોઈ પ્રક્રિયા વિના કોઈ રકમ નિશ્ચિત થઇ શકે નહીં. જો રકમ હજુ સુધી નક્કી કરવાની બાકી હોય તો તે નક્કી કર્યા પહેલાં વેટના કાયદાની કલમ ૪૮ અમલમાં આવી શકે નહી.

 કાલુપુર કો.ઓ. બેંક તરફથી ૨૦૧૦માં કોટનના એકસપોર્ટના ધંધા સાથે સંકળાયેલ મેસર્સ એમ.એમ. ટ્રેડર્સને ૬ કરોડની લોન આપી હતી. તેની સામે તેમનો બંગલો, ફ્લેટ તથા ઓફીસો મોગેજ કરાવ્યા હતા. સમય જતાં આ રકમ વ્યાજ સાથે ૮ કરોડ થઇ હતી. ટ્રેડર્સ રકમ નહીં ચુકવી શકતાં બેકે તેમની મિલ્કતો ટાંચમાં લીધી હતી. ત્યારબાદ વેટ વિભાગે ૧૨૫ કરોડનું લ્હેણું બાકી કાઢીને ટ્રેડર્સની મિલકતોના રેવન્યુ રેકર્ડમાં એટેચમેન્ટ કરી દીધું હતું. જેથી બેકે હાઈકોર્ટમાં અપીલ કરીને એવી દલીલ કરી હતી કે ડિફોલ્ટર કંપનીની સંપત્ત્િ। પર સરફેસી એકટના કાયદા મુજબ બેકનો પ્રથમ અધિકાર હોવાથી વેટ વિભાગે કરેલી કાર્યવાહીને રદબાતલ ઠરાવવાની દાદ માંગી હતી.

(11:47 am IST)