Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

દર્દીઓને તપાસવાના સમયે ડોકટરો માટે મીટીંગ-સેમીનાર નહીં : નીતિન પટેલ

ઓ.પી.ડી. સમયે દવાખાનામાં હાજર જ રહેવા સુચના

ગાંધીનગર તા ૨૪  : ગુજરાતમાં નાગરીકોને સત્વરે સારવાર મળી રહે તે ઉદેશ્યથી ઓપીડીના સમય અર્થાત વર્કિગ ટાઇમ દરમિયાન ડોકટરો માટે કોઇપણ પ્રકારના સેમિનાર, મિટીંગનું આયોજન કરવાનું રહેશે નહીં. ગાંધીનગરમાં આયુષ્માન ભારત યોજના દિવસની ઉજવણી કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સેક્રેટરીથી લઇને ડિડિઓ, ડિએચઓ સહિત આરોગ્ય વિભાગ સંબંધિત તમામ અધિભકારીરોઅને આ  સુચનાનો ચૂસ્તપણે પાલન કરવા આદેશ કર્યો હતો. સવારે ૮ થી બપોરના ૨ વચ્ચે આરોગ્યને સ્પશર્તી વહીવટી બાબતો, સમિક્ષા સંદર્ભે બેઠકો, સેમિનાર, ટ્રેઇનીંગ જેવા કાર્યક્રમોને કારણે ઘણી વખત ઓપીડી બંધ રાખવી પડે છે. માટે આવા કાર્યક્રમો માટે ઓપીડી પછીનો સમય નક્કી કરવો.

આ પ્રસંગે તેમણે સગર્ભા, બાળકોગ સેવાઓ, રસીકરણ, આંખ, કાન, નાક, ગળા, દાંતના રોગમાં સારવાર, યોગ, આર્યુવેદ જેવી ૧૨ પ્રકારની સારવારો માટે બે વર્ષમાં ૧૧,૦૧૭ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેના માટે ૭૯૦ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોની નિમણુંક કરવામાં આવશે.

(11:26 am IST)