Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

વડોદરામાં વૉટઅપ ફોટા અને દસ્તાવેજો મોકલાવી કોઈપણ વેરિફિકેશન વિના ચૂંટણી કાર્ડ : વહીવટીતંત્ર પણ ચોંકી ઉઠ્યું

300 રૂપિયામાં ચૂંટણીકાર્ડ અરજદારની જાણબહાર બની રહ્યાનો ચોંકાવનારો ખુલાસો

 

વડોદરામાં વૉટઅપ ફોટા અને દસ્તાવેજો મોકલાવી કોઈપણ વેરિફિકેશન વિના ચૂંટણી કાર્ડ બનાવવાનો પર્દાફાશ થતા વહીવટીતંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. એક યુવતીના દસ્તાવેજો  વૉટઅપ  મોકલાવી 300 રૂપિયામાં ચૂંટણીકાર્ડ અરજદારની જાણબહાર બની રહ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

 

   યુવતીએ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં (police station) ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલાની તપાસ આદરી છે. વડોદરાના સમા વિસ્તારમાં રહેતી શિવાની ચૌહાણના લગ્ન પાંચ વર્ષ પેહલા વડોદરામાં રહેતા જયેશ ચૌહાણ સાથે થયા હતા. પરંતુ પાંચ વર્ષના લગ્ન જીવન દરમિયાન પતિ અને પત્નીને અનેકવાર ખટરાગ થતા શિવાની પિયરમાં પછી આવી ગઈ હતી.
હાલ દુબઇ રહેતા તેમના પતિ જયેશ ચૌહાણ વિરુદ્ધ કોર્ટમાં ભરણપોસણનો કેસ દાખલ કરતા મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. શિવાનીને ખબર પડી કે તેના નામનું ચૂંટણી કાર્ડ નર્મદા ભવન  ખાતે એક ઓપરેટર બનાવી રહ્યો છે. તેઓ અંગે નર્મદા ભવન ખાતે તપાસ કરતા એક નિવૃત જજ અને કેટલાક મળતિયાઓ કાર્ડ બનાવવા 300 રૂપિયા આપ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા શિવાનીએ પોતે ચૂંટણી કાર્ડ બનાવવા આપ્યું નથી .

 

(8:49 am IST)