Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સુરત: દારૂના અડ્ડાના વિરોધમાં પોલીસ મથકે લોકોનો હલ્લાબોલ : બુટલેગરો ઘરે જઇ મારી નાખવાની ધમકી આપતો હોવાનો આક્ષેપ

ઓલપાડના લવાછા ગામના લોકો બુટલેગરોથી ત્રાહિમામ : ઓલપાડ પોલીસ મથકે હોબાળો મચાવ્યો

 

સુરતના ઓલપાડના લવાછા ગામના લોકો બુટલેગરોથી  પરેશાન થઈ ગયા છે. બુટલેગરો લોકોને ઘરે જઇને મારી નાખવાની ધમકી આપતા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. એટલું નહીં, હવે ગ્રામજનોએ રસ્તા પર ઉતરવાનો વારો આવ્યો છે.

  ઓલપાડના લવાછા ગામના લોકો ઓલપાડ પોલીસ મથકે પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો. બુટલેગર પર કાર્યવાહી કરી તેમના દારૂના અડ્ડા બંધ કરાવવા માગ કરતા સૂત્રોચ્ચાર પણ કર્યાં હતામહિલાઓની ઉગ્ર રજૂઆતને પગલે ઓલપાડ પોલીસે સમગ્ર મામલે ઘટતુ કરવા બાંહેધરી આપી છે.

(11:19 pm IST)