Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

વડોદરામાં કુખ્યાત આરોપીઓ પાસે કુકડેકુક બોલાવવાનો નવો ટ્રેન્ડ શરૂ :વિડિઓ વાયરલ

વડોદરા :પોલીસ કર્મીઓ આરોપીઓને હથકડી પહેરાવીને કે દોરડા બાંધીને જાહેરમાં સરઘસ કાઢતા હોય છે તેની પર હાઈકોર્ટે ટીકા કરી હતી.પોલીસ વિભાગે નવો રસ્તો કાઢ્યો છે. વડોદરામાં કુખ્યાત આરોપીઓ પાસે કુકડેકુક બોલાવવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે.

  કુખ્યાત અસલમ બોડીયાને કૂકડો બનાવ્યો હતો. અને તેણે કુકડેકુક બોલીને કૂકડો હોવાનું કબૂલ્યું. અગાઉ 3 ખંડણીખોરો કુકડેકુક બોલતા હોવાના વિડીયો સામે આવી ચુક્યા છે .

(9:15 pm IST)