Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

મુગલ રાજા મેહમુદ બેગડા દરરોજ સવારે નાસ્‍તામાં અેક કપ મધ-માખણ લેતાઃ ૧પ૦ પાકા કેળા ખાતાઃ દરરોજ ૩પ થી ૩૭ કિલો ખોરાક ખાઇ જતા

અમદાવાદ: મુગલ રાજા મેહમુદ બેગડા(મહમુદ શાહ 1) ગુજરાતમાં લગભગ 53 વર્ષ(1458-1511) સુધી રાજ કર્યું. કહેવામાં આવે છે કે મેહમુદ બેગડાનું શરીર કદાવર અને મજબૂત હતું અને તે ખાણીપીણીના શોખીન હતા. દરરોજ તેમને મોટા પ્રમાણમાં ખોરાક લેવા જોઈતો હતો.

યૂરોપિયન ઈતિહાસકાર બારબોસા અને વર્થેમાના જણાવ્યા અનુસાર, એકવાર સુલતાનને ઝેર આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારપછી તેમના શરીરને ઝેરની આદત પડી જાય તે માટે તે દરરોજ થોડા પ્રમાણમાં ઝેરનું સેવન કરતા હતા. કહેવામાં આવે છે કે, રાજાના કપડાને કોઈ હાથ પણ નહોતું લગાવતું, તેમના કપડાને સળગાવી દેવામાં આવતા હતા.

રાજા દરરોજ નાસ્તામાં એક કપ મધ અને એક કપ માખણ ખાતા હતા અને સાથે 150 પાકા બનાનાનું સેવન કરતા હતા.

પર્શિયન ઈતિહાસકાર અને યૂરોપિયન ટ્રાવેલર્સે ઉલ્લેખ કર્યો છે કે, રાજાને દરરોજ લગભગ 35થી 37 કિલો જેટલો ખોરાક જોઈતો હતો.

હવે તમે ખોરાક વિષે તો જાણી લીધું, પણ જમ્યા પછી બાદશાહને લગભગ પાંચ કિલો ચોખામાંથી બનાવેલી મીઠાઈ ખાવા જોઈતી હતી.

જો રાજાને રાતે ભૂખ લાગે તો તેમના માટે પલંગની બન્ને બાજુ થાળ ભરીને મીટના બનાવેલા સમોસા મુકવામાં આવતા હતા.

મહમુદ બેગડા પોતાના ખાણી-પીણીના શોખ વિષે પોતે જણાવે છે કે, જો તેમને ગુજરાત પર રાજ કરવાની તક ખુદાએ આપી હોત તો તેમની ભૂખને કોણ મીટાવતુ?

(5:06 pm IST)