Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

મુંબઇ પછી સૌથી વધુ ગણપતી સુરતમાં: શાંતિથી વિસર્જન થતા પોલીસ તંત્રએ હાશકારો લીધો

એડીશ્નલ પોલીસ કમિશ્નર(ક્રાઇમ) એચ.આર.મુલીયાણા સતત દોડતા રહયા

રાજકોટઃ ગુજરાતમાં મહારાષ્ટ્રના પગલે-પગલે શેરીએ-શેરીએ અને ગલી-ગલીએ ગણપતિ બાપાના સ્થાપન બાદ લોકોએ ભારે હૈયે ગણપતિ વિસર્જન ધુમધામ અને રંગે ચંગે કર્યુ. સુરત અને વડોદરામાં ભુતકાળમાં ગણપતિ વિસર્જન વખતે સ્થિતિ સ્ફોટક બન્યાના અને સુરતમાં તો એક યુગમાં ગણપતિ વિસર્જન સમયે ગોળીબાર થયાના પણ દાખલા નોંધાયા હતા. ભુતકાળની આ વરવી વાસ્તવિકતા ધ્યાને લઇ સુરતમાં જેઓની ખાસ પસંદગી કરવામાં આવી છે તેવા સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને ટ્રાફીક)  એચ.આર.મુલીયાણા સતત બંદોબસ્તમાં પોલીસ સ્ટાફ સાથે રહી અને દોડતા રહયા. તાબાના પોલીસ સ્ટાફમાં પણ ઉચ્ચ કક્ષાના અધિકારી આ રીતે સતત સાથે રહેતા ઉત્સાહ  વધ્યો અને સૌએ સહીયારી મહેનતથી આ અનેરો ઉત્સવ ઉત્પાતમાં ન ફેરવાય તે રીતે કાળજી લઇ સંપન્ન કરતા પોલીસ કમિશ્નર અને ગાંધીનગર સુધી નોંધ લેવાઇ છે.

(3:41 pm IST)